સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દબંગ જ ગેરહાજર

મુંબઈ, 17 ડિસેમ્બર : શુક્રવારે દબંગ 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ. તેમાં બૉલીવુડના તમામ દિગ્ગજો, સમીક્ષકો અને ફિલ્મની આખી ટીમ પહોંચી, પરંતુ ફિલ્મના અલી હીરો સલમાન ખાન જ ન પહોંચ્યાં. સલમાનની ગેરહાજરીથી સૌ કોઈ આશ્ચર્ય પામ્યાં, પરંતુ કહેવાય છે કે સલમાન મિયા ફિલ્મની સ્કીનિંગ જોવા એટલા માટે ન પહોંચ્યા, કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ફિલ્મ જોયા બાદ લોકો અમસ્તા જ તેમના વખાણ ન કરે, પણ સાચે જ અનુભવી વખાણ કરે કે જેથી ફિલ્મના વખાણ યોગ્ય રીતે થાય. અને કદાચ તેમનું વિચારવું યોગ્ય પણ હતું.

Salman Khan

સમીક્ષો મુજબ તો ફિલ્મ શાનદાર છે. તરણ આદર્શે જણાવ્યું છે કે ફિલ્મ દબંગ 2 ફિલ્મ દબંગ કરતાં પણ સારી છે. તેમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ સરળતાપૂર્વક સો કરોડનો બિઝનેસ કરી લેશે. ફિલ્મની અસલ જાન તો સલમાન ખાન છે કે જેમના વિશે માત્ર એટલું જ કહી શકાય છે કે તેઓ શ્રેષ્ઠ છે.

ખેર આ ફિલ્મ સાથે વધુ એક રસપ્રદ વાત જોડાઈ ગઈ છે અને તે એ કે ફિલ્મ આમ તો 21મી ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં પહોંચનાર છે, પરંતુ 18મી ડિસેમ્બરે સલમાન મિયા તેને દિલ્હી પોલીસ વાળાઓ માટે રિલીઝ કરશે. તેના વડે તેઓ શહીદ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપશે. સલમાન સંસદ હુમલામાં શહીદ થયેલ પાંચ પોલીસ કર્મચારીઓના પરિજનો સાથે મુલાકાત પણ કરશે. સલમાન પોતે ફિલ્મમાં પોલીસ કર્મચારીના રોલમાં છે.

દબંગ 2 કાયમ ઈદ પ્રસંગે પોતાની ફિલ્મ રિલીઝ કરનાર સલમાન ખાનની 21 વરસ બાદ કોઈ ફિલ્મ ઈદના સ્થાને ક્રિસમસ પ્રસંગે આવી રહી છે. મૈંને પ્યાર કિયા 21 વરસ પહેલા ક્રિસમસ પ્રસંગે રિલીઝ થઈ હતી અને તે તેમની પ્રથમ હિટ ફિલ્મ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X