આમિરની તલાશમાં મુસ્કાનેં ઝૂઠી હૈં..
મુંબઈ, 12 ઑક્ટોબર : આમિર ખાનની બહુચર્ચિત તલાશ ફિલ્મ માટે એક ખાસ ગીત બનાવવામાં આવ્યું છે. તેની લાઇનો છે મુસ્કાનેં ઝૂઠી હૈં... આ ગીત અંગે કહેવાય છે કે આ ગીત ગુનેગારોના જીવન પર આધારિત છે. ફિલ્મના દિગ્દર્શક રીમા કાગતીએ આ ગીતના ઘણાં વખાણ કર્યાં છે.

તલાશ ફિલ્મ રીતેશ સિદ્ધવાણી અને ફરહાન અખ્તરના નિર્માણ કમ્પની એક્સલ એન્ટરટેનમેન્ટના બૅનર હેઠળ બની રહી છે. આ અગાઉ આમિર ખાન આ બૅનર હેઠળ લગભગ 11 વર્ષ અગાઉ દિલ ચાહતા હ ફિલ્મ કરી ચુક્યાં છે. આમિરને પણ આ ફિલ્મ પાસે ઘણી આશા છે. તેમને લાગે છે કે તલાશ પણ દિલ ચાહતા હૈ જેમ મેગા હિટ થશે.
ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત રાણી મુખર્જી અને કરીના કપૂર છે. ફિલ્મના પ્રમોશનના ચક્કરમાં આમિર ખાન સૈફ-કરીનાના લગ્નમાં હાજર નહિં રહી શકશે. ફિલ્મમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરના પાત્રમાં છે. કરના કૉલ ગર્લની ભૂમિકામાં છે, તો રાણી ફિલ્મમાં આમિરના પત્ની રાણી બન્યાં છે. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
