For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપ કી રાની શ્રીદેવીનો ‘વન’ પ્રવેશ : જાણો Interesting Facts

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 ઑગસ્ટ : બૉલીવુડમાં રૂપની રાણી તરીકે પ્રસિદ્ધ શ્રીદેવીનું નામ એક એવી અભિનેત્રી તરીકે લેવામાં આવે છે, જેમણે પોતાની દિલકશ અદાઓ અને દમદાર અભિનયથી 80 અને 90ના દશકામાં દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

શ્રીદેવીનો આજે 51મો જન્મ દિવસ છે. 13મી ઑગસ્ટ, 1963ના રોજ તમિળનાડુના એક નાનકડા ગામ મીનમપટ્ટીમાં જન્મેલી શ્રીદેવી (મૂળ નામ શ્રીયમ્મા યંગર)એ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત માત્ર ચાર વર્ષની ઉંમરે એક તમિળ ફિલ્મથી કરી હતી. વર્ષ 1976 સુધી શ્રીદેવીએ અનેક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. અભિનેત્રી તરીકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત તમિળ ફિલ્મ મંદરૂ મુદિચીથી કરી.

શ્રીદેવીએ હિન્દી ફિલ્મ જગત એટલે કે બૉલીવુડમાં અભિનેત્રી તરીકે 1979માં રજૂ થયેલી સોલહવાં સાવનથી એન્ટ્રી કરી, પરંતુ ફિલ્મ અસફળ રહેવાના કારણે તેઓ પુનઃ દક્ષિણ ભારતીય ફિલ્મો કરવા લાગ્યાં. વર્ષ 1983માં શ્રીદેવી ફરી એકવાર ફિલ્મ હિમ્મતવાલાથી બૉલીવુડ કમબૅક કર્યું. આ ફિલ્મની સફળતાં બાદ શ્રીદેવી એક અભિનેત્રી તરીકે બૉલીવુડ ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થયા હતાં. આવી અનેક બાબતો શ્રીદેવી સાથે જોડાયેલી છે. આજે તેના ચાહકો તેનો 50મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે, ત્યારે અહીં શ્રીદેવી સાથે જોડેયાલી કેટલીક બાબતો જણાવવામાં આવી છે.

શ્રીદેવીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યાં અને તેમને બે દીકરીઓ ખુશી અને જ્હાનવી છે. શ્રીદેવીએ ગત વર્ષ ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કમબૅક કર્યુ હતું. ઇંગ્લિશ વિંગ્લિશને શાનદાર સફળતા મળી હતી. આ ફિલ્મ દ્વારા શ્રીદેવીએ સાબિત કરી આપ્યુ હતું કે અભિનયની બાબતમાં આજે પણ તેમને કોઈ માત આપી શકે નહીં.

ચાલો જોઇએ શ્રીદેવીની હૉટ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

કર્વી મૉમ

કર્વી મૉમ

શ્રીદેવીએ લગ્ન જીવન બાદ વધેલુ વજન ઘટાડ્યું અને આજે તેઓ બૉલીવુડના હૉટેસ્ટ મમ્મીઓમાં ગણાય છે.

પામેલાને ટક્કર મારે

પામેલાને ટક્કર મારે

શ્રીદેવી એક કર્વી અભિનેત્રી છે કે જેઓ પામેલા એન્ડરસનને સારી ટક્કર આપી શકે છે.

હૉટ ટીચર

હૉટ ટીચર

શ્રીદેવીના આવા રેડ હૉટ ટીચર તરીકે નહીં જોઈ હોય.

ધ ડૉમિનૅંટ

ધ ડૉમિનૅંટ

આ એક હૉટેસ્ટ તસવીર છે શ્રીદેવીની કે જે વૉગ મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન લેવાઈ હતી.

શ્રીદેવી બીજી પસંદ

શ્રીદેવી બીજી પસંદ

શ્રીદેવીના જીવનની બે મહત્વની ફિલ્મો નગીના અને ચાંદની માટે તે પહેલી પસંદ નહોતી. નગીના માટે પહેલા જયા પ્રદા અને ચાંદની માટે પહેલા રેખાને પસંદ કરવામાં આવી હતી.

શ્રીદેવી સામે હૃતિકનો પહેલો ડાયલોગ

શ્રીદેવી સામે હૃતિકનો પહેલો ડાયલોગ

રાકેશ રોશન અને અભિતેના રનજીકાંત અભિનિત ફિલ્મ ભગવાન દાદામાં હૃતિક રોશને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું અને તેણે તેનો પહેલો ડાઇલોગ શ્રીદેવી સામે બોલ્યો હતો.

પ્લેબેકની ભૂમિકામાં શ્રીદેવી

પ્લેબેકની ભૂમિકામાં શ્રીદેવી

શ્રીદેવીએ પોતાની ફિલ્મોમાં સોંગ પણ ગાયા છે. જેમ કે, સદમા ફિલ્મમાં તેણે 'એક દફા એક જંગલ થા..' અને ચાંદનીમાં ટાઇટલ સોંગ ગાયું હતું.

શ્રીદેવી આ રીતે લખતી પોતાનું નામ

શ્રીદેવી આ રીતે લખતી પોતાનું નામ

શ્રીદેવી પોતાના નામને અંગ્રેજીમાં Sreedevi લખતી પરંતુ તેણે ક્યારેય ફિલ્મ કે મેગેઝિન આર્ટિકલમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો.

હિન્દી નહોતું આવડતું

હિન્દી નહોતું આવડતું

શ્રીદેવી જ્યારે બૉલીવુડમાં આવી ત્યારે તેને હિન્દી નહોતું આવડતું અને તેનો અવાજ ડબ કરવામાં આવતો હતો. 1986માં આખરી રાસ્તા ફિલ્મમાં તેનો અવાજ રેખા દ્વારા ડબ કરવામાં આવ્યો હતો. શ્રીદેવીનો ઓરીજીનલ વોઇસ ચાંદની ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

શ્રીદેવી અને જયા પ્રદા વચ્ચે તકરાર

શ્રીદેવી અને જયા પ્રદા વચ્ચે તકરાર

શ્રીદેવી અને જયા પ્રદા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો નહોતા બન્ને એકબીજા બોલાવતી સુદ્ધા નહોતી, 1984માં મક્સદ ફિલ્મના શૂટિંગ વખતે રાજેશ ખન્ના અને જીતેન્દ્રએ બન્ને અભિનેત્રીને એક મેક અપ રૂપમાં બંધ કરી દીધી હતી અને એવું વિચાર્યું હતું કે બન્ને વચ્ચેના સંબંધો સુધરી જશે, પરંતુ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે બન્ને અલગ-અલગ ખૂણામાં બેસેલી જોવા મળી હતી.

બાઝીગરમાં શ્રીદેવીને લેવાની હતી

બાઝીગરમાં શ્રીદેવીને લેવાની હતી

બાઝીગરમાં મુખ્ય ભૂમિકામાં શ્રીદેવીની પસંદગી કરવામાં આવી હતી અને તે આ ફિલ્મમાં ડબલ રોલ નિભાવવાની હતી, પરંતુ બાદમાં સ્ટોરી ફરીથી લખવામાં આવી અને તેમાં કાજોલ અને શિલ્પા શેટ્ટીને લેવામાં આવી. ફિલ્મ નિર્માતાઓ એવું માની રહ્યાં હતા કે જો શાહરુખ ખાન દ્વારા શ્રીદેવીના પાત્રની હત્યા કરવામાં આવશે તો શાહરુખના પાત્રને જોઇએ તેટલી સહાનુભૂતિ નહીં મળે.

103 ડિગ્રી તાવ સાથે શૂટ કર્યું સોંગ

103 ડિગ્રી તાવ સાથે શૂટ કર્યું સોંગ

શ્રીદેવીએ ચાલબાઝ ફિલ્મનું હિટ સોંગ 'ના જાને કહાં સે આઇ હે..' 103 ડિગ્રી તાવ સાથે શૂટ કર્યું હતું. આ ફિલ્મ માટે શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

લમ્હેના શૂટિંગ વખતે શ્રીદેવીના પિતાનું નિધન

લમ્હેના શૂટિંગ વખતે શ્રીદેવીના પિતાનું નિધન

શ્રીદેવીના પિતાનું નિધન એ સમયે થયું હતું જ્યારે તે લંડનમાં યશ ચોપરાની ફિલ્મ લમ્હેનું શૂટિંગ કરી રહી હતી. જો કે, તે તુરત ઘરે આવી હતી અને બાદમાં અંતિમ વિધિ પૂર્ણ કરી તે પુનઃ ફિલ્મના શૂટિંગમાં લાગી ગઇ હતી.

કે રાઘવેન્દ્ર રાવે શ્રીદેવીને બનાવી સ્ટાર

કે રાઘવેન્દ્ર રાવે શ્રીદેવીને બનાવી સ્ટાર

શ્રીદેવીને કે રાઘવેન્દ્ર રાવ નામના ડિરેક્ટરે સ્ટાર બનાવી છે. શ્રીદેવીએ શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. કે રાઘવેન્દ્ર રાવે પદાહારેલા વાયસુ ફિલ્મથી શ્રીદેવીને તેલગુ સ્ટાર બનાવી અને હિંમતવાલા ફિલ્મથી બૉલીવુડ સ્ટાર બનાવી હતી.

વધુ એક

વધુ એક

આ વધુ એક હૉટેસ્ટ તસવીર છે શ્રીદેવીની કે જે વૉગ મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન લેવાઈ હતી.

English summary
Sridevi is one of the hottest Bollywood actresses who is growing old with grace. On her 51st birthday, here are some hot pics of Sridevi Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X