Sridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત આવતા કેમ થઇ વાર, જાણો અહીં

શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવી ચૂક્યો છે. બુધવારે તેમનો અંતિમ સંસ્કાર થશે. આ મામલે થયેલી લેટેસ્ટ અપટેડ જાણો વિગતવાર અહીં.

શનિવારે મોડી રાતે દુબઇમાં બોલીવૂડની લોકપ્રિય અને પ્રતિભાવાન અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું. તે લાંબી પ્રક્રિયા પછી શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવારે 10 વાગે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના નિધનને 3 દિવસ થવા આવ્યા હતા. રવિવાર સાંજથી જ માનવામાં આવતું હતું કે દુબઇથી શ્રીદેવનો પાર્થિવ દેહ આવ્યા પછી તેની અંતિમયાત્રા કરવામાં આવશે. સોમવારે પછી આખરે મંગળવારે મોડી રાતે હવે તેનો પાર્થિવ દેહ માદરે વતન ભારત પહોંચ્યો હતો. આ મામલે લાંબુ સસ્પેન્સ બનેલું રહ્યું હતું. પણ છેવટે આજે બપોરે શ્રીદેવીના પરિવારને તેનો પાર્થિવ દેહ દુબઇથી મુંબઇ લાવવા માટે મંજૂરી મળી ગઇ છે. નોંધનીય છે કે તેના મોતના સમાચાર બાદ જ તેના મુંબઇ ખાતેના નિવાસ સ્થાને તેના ચાહકોની મોટી ભીડ ઉમટી રહી છે. અને બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર પણ અનિલ કપૂરના ઘરે મળવા આવી રહ્યા છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ માહિતી અહીં...

રાતે પહોંચશે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત

રાતે પહોંચશે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત

દુબઇમાં બધી પ્રક્રિયા પતાવીને મંગળવાર રાતે અનિલ અંબાણીના પ્રાઈવેટ જેટમાં શ્રીદેવીના પાર્થિવ દેહ સાથે પતિ બોની કપૂર તથા અર્જુન કપૂર દુબઇથી રવાના થઇ ચૂક્યા છે. મુંબઈ એરપોર્ટ પર આ જેટ 10.30 વાગ્યાની આસપાસ ઉતરશે. જે પછી એરપોર્ટથી સુરક્ષા સાથે શ્રીદેવીનો પાર્થિવ દેહ તેમના એપાર્ટમેન્ટ ગ્રીન એકર્સ લઈ જવામાં આવશે. અને તે પછી બુધવારે બપોરે બે વાગે તેની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલા તેના ઘરની પાસેના જ એક સ્થળે તેનું બેસણું પણ રાખવામાં આવશે.

કેમ લાગી આટલી વાર?

કેમ લાગી આટલી વાર?

શનિવારે દુબઇમાં શ્રીદેવીનું રાતે 11 વાગે નિધન થયું હતું. નિધન પછી ત્રણ દિવસ વીત્યા હોવા છતાં તેનો પાર્થિવ દેહ મુંબઇ નથી પહોંચ્યો. દુબઇની કાનૂની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરતા વધુ સમય લાગ્યો હતો. વળી પહેલા જ્યાં માનવામાં આવતું હતું કે તેમની મોત હાર્ટ અટેકના કારણે થઇ છે ત્યાં જ હવે તે મામલે પણ નવી બાબતો બહાર આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુર્ધટનાવશ ડૂબ જવાના કારણે તેમની મોત થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે મામલે ત્યાં પોલીસે તપાસ કરી હતી અને સરકારી વકીલ પણ આ કેસની વિગતો તપાસી આખરે આ મામલે હરી ઝંડી આપી છે.

શ્રીદેવી

શ્રીદેવી

જોકે હવે શ્રીદેવીના તમામ ચાહકો માટે સાચા સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરી મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને આજે મોડી સાંજ સુધીમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ આવશે.

અંતિમ યાત્રા

અંતિમ યાત્રા

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના પાર્થિવ દેહના મુંબઇ ભાગ્ય બંગલા ખાતે જાહેર જનતા અને બોલીવૂડ સેલેબ્રિટી માટે મૂકવામાં આવશે. અને પછી આગળની પ્રક્રિયા પ્રમાણે તેના અંતિમ સંસ્કારની વિલેપાર્લેમાં કબ્રસ્તાનમાં કરવામાં આવશે. . શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ તેના મિત્રો, પરિવારજનો અને રાજનૈતિક નેતાઓ સમેત તેના કરોડો ચાહકો જોડાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X