For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગખાનના ખભાનું સફળતાપુર્વક ઓપરેશન

|
Google Oneindia Gujarati News

Shah-Rukh-Khan
મુંબઇ, 28 મેઃ મંગળવારે બોલિવુડ બાદશાહ શાહરુખ ખાનના ખભાનું ઓપરેશન લિલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. 2 કલાક સુધી ચાલેલું આ ઓપરેશન સફળતાંપુર્વક થયું હોવાનું અભિનેતાના પારિવારિક સૂત્રોએ જણાવ્યું છે. નજીકના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઓપરેશન દરમિયાન શાહરુખનો પરિવાર તેમની સાથે હતો. પિતાના જમણા ખભાનું ઓપરેશન થઇ રહ્યું છે એ અંગે માહિતી મળ્યાની સાથે જ તે લંડનથી મુંબઇ આવી ગયો હતો.

લેખક અને શાહરુખના નજીકના મિત્ર સર્જરી અંગે કહ્યું હતું કે તેની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, તેને રા વન ફિલ્મ દરમિયાન ઇજા પહોંચી હતી પરંતુ ચેન્નાઇ એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તેણે સર્જરી કરાવી નહોતી. ડોક્ટર્સે તેને બેથી ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

આ પહેલા ડીએનએના જણાવ્યા અનુસાર શાહરુખ ખાનને આ તફલીફ લાંબાગાળાથી છે અને ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમને તફલીફ વધી ગઇ હતી. તેમના ડાબો ખભો નબળો છે અને તેની એક નાની સર્જરી મુંબઇની બ્રીચ કેંડી હોસ્પિટલમાં થોડાં વર્ષો પહેલાં કરવામાં આવી હતી.

શાહરૂખ ખાનના પરિવાર અને તેમના અંગત મિત્રોને જ ખબર છે કે આ સર્જરીની રૂપરેખા મુંબઇ ખાતેની લીલાવતી હોસ્પિટલમાં નક્કી કરવામાં આવી છે. ઓપરેશન બાદ તેમને થોડાં દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ઠીક થતાં લગભગ એક મહિના જેટલો સમય લાગશે. શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ પુરી થતાં અને આઇપીએલની સ્પર્ધા પુરી થયા આ બાદ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો છે.

English summary
Bollywood megastar Shah Rukh Khan underwent a surgery Tuesday at the Lilavati Hospital and the family sources say that it was successful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X