For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભને માત આપી શાહરુખ બન્યા સૌથી લોકપ્રિય ‘પપ્પા’

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જૂન : બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનને એક વેબસાઇટ દ્વારા ફાધર્સ ડે પ્રસંગે કરાયેલ સર્વેમાં સૌથી લોકપ્રિયા પિતા તરીકે સૌથી વધુ મતો મળ્યાં છે. શાહરુખ ખાન એક પુત્ર આર્યન તથા એક પુત્રી સુહાનાના પિતા છે. સર્વેમાં શાહરુખે અમિતાભ બચ્ચનને પણ પછડાટ આપી દીધી. 16મી જૂને વિશ્વ ભરમાં ફાધર્સ ડે ઉજવાય છે.

shahrukh-family

લોકપ્રિયા પિતાની પસંદગી માટે લગ્ન સંબંધી વેબસાઇટ શાદી ડૉટ કૉમ દ્વારા કરાયેલ એક સર્વે હેઠળ 11 હજાર ભારતીય મહિલાઓનો અભિપ્રાય મેળવાયો. સર્વેના પરિણામ શનિવારે જાહેર કરાયાં. સર્વેમાં શાહરુખને 34.83 ટકા મતો મળ્યાં, જ્યારે અમિતાભને 31.58 ટકા મહિલાઓએ મતો આપ્યાં. ત્રીજા સ્થાને રહ્યાં ક્રિકેટર સચિન તેંડુલકર. તેઓ 18.61 ટકા મત હાસલ કરી શક્યાં.

શાદી ડૉટ કૉમના મુખ્ય ઑપરેટિંગ ઑફિસર ગૌરવ રક્ષિતે જણાવ્યું - સર્વેમાં કેટલીક એવી સૌથી સફળતમ હસ્તીઓ સામે આવી કે જેમને તેમના પ્રેમ તથા સમર્પણે લોકપ્રિય પિતા બનાવ્યાં છે. આથી સ્પષ્ટ થાય છે કે લોકો હસ્તીઓને વાસ્તવિક સંબંધો સાથે વાસ્તવિક લોકો તરીકે જુએ છે.

સર્વેમાં પ્રતિભાગીઓને સૌથી લોકપ્રિય પિતા-પુત્રીના સંબંધ અંગે પણ પૂછવામાં આવ્યુ હતું કે જેમાં અમિતાભ બચ્ચન તથા તેમના પુત્રી શ્વેતા નંદ પ્રથમ સ્થાને રહ્યાં. શ્વેતાએ બિઝનેસ મૅન નિખિલ નંદા સાથે લગ્ન કર્યાં છે. બીજા સ્થાને રહ્યાં જિતેન્દ્ર અને તેમના પુત્રી એકતા કપૂર તથા અનિલ કપૂર અને તેમના પુત્રી સોનમ કપૂર આ બાબતમાં ત્રીજા સ્થાને રહ્યાં. દેશના 44.86 ટકા મહિલાઓએ શાહરુખ તથા તેમના પુત્ર આર્યયનને સૌથી લોકપ્રિય પિતા-પુત્રીની જોડી તરીકે પસંદ કરી.

English summary
Bollywood superstar Shah Rukh Khan, a doting dad of Aryan and Suhana, has been voted India's most popular father in a Father's Day poll conducted by a web site. He got more votes than megastar Amitabh Bachchan, who has a daughter and a son.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X