Star Guild Awards : બૉલીવુડ હસીનાઓએ પાથર્યા હુશ્નના જલવા...

મુંબઈ, 12 જાન્યુઆરી : રિનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ 2015 તાજેતરમાં જ યોજાઈ ગયો કે જેમાં બૉલીવુડ અને ટેલીવિઝન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. બૉલીવુડ અને ટીલીવિઝન હસ્તીઓની હાજરીથી આ આખુ ફંક્શન ઝાકઝમાળ ભર્યુ બની ગયુ હતું.

આ ઇવેંટમાં જે સ્ટાર્સ હાજર હતાં, તેમાં શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે કે જેમણે ક્રમશઃ હૈદર અને મૅરી કોમ ફિલ્મો માટે બેસ્ટ એક્ટર (મેલ-ફીમેલ)ના ઍવૉર્ડ હાસલ કર્યા હતાં.

ક્વીન અને પીકે નૉમિનેશન્સ કૅટેગરીમાં ટોચ પર હતા. તેમાં પણ પીકેએ બેસ્ટ ફિલ્મ-બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ડાયલૉગ, બેસ્ટ સાઉંડ મિક્સિંગ તથા 100 કરોડની કમાણી બદલ સ્પેશિયલ ઍવૉર્ડ મળ્યો હતો.

ચાલો જોઇએ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ 2015માં કઈ-કઈ હસ્તીઓએ રેડ કારપેટ શોભાવ્યું :

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

મૅરી કોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કરનાર પ્રિયંકા ચોપરા ઑરેંજ ગાઉનમાં રેડ કારપેટ પર આવ્યા હતાં, જ્યારે સ્ટેજ પરફૉર્મન્સ દરમિયાન તેઓ બ્લૅક આઉટફિટમાં હતાં.

શાહિદ-વરુણ

શાહિદ-વરુણ

શાહિદ કપૂરે હૈદર માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ હાસલ કર્યો, જ્યારે વરુણ ધવન પોતાની આવનાર ફિલ્મ બદલાપુરનું પ્રમોશન કરતા દેખાયાં.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ શોમાં શ્રદ્ધા કપૂરને સ્ટાર પ્લસ શાઇનિંગ સુપરસ્ટાર ઍવૉર્ડ મળ્યો હતો.

રાકેશ-હૃતિક

રાકેશ-હૃતિક

હૃતિક રોશન પરિવાર સાથે રેડ કારપેટ પર દેખાયા હતાં, જ્યારે હૃતિકની ફિલ્મ બૅંગ બૅંગને બેસ્ટ કોરિયોગ્રાફીનો ઍવૉર્ડ મળ્યો હતો.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે રેડ કારપેટ પર સ્ટનિંગ લાગતા હતાં. તેમની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરે બેસ્ટ વીએફએક્સ ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમારને કોઈ ઍવૉર્ડ ન મળ્યો, પરંતુ તેઓ રેડ કારપેટ પર સુપર હૉટ જણાતા હતાં. તેમની આગામી ફિલ્મ બૅબી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને જિયોની મોસ્ટ સ્ટાઇલિશ યૂથ આઇકૉન ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે સ્ટેજ પરફૉર્મન્સ પણ આપ્યુ હતું.

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખે એક વિલન માટે બેસ્ટ વિલનનો ઍવૉર્ડ મેળવ્યો હતો. તેમના પત્ની જેનેલિયા ખુશખુશાલ હતાં.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ રેડ કારપેટ પર ખૂબસૂરત જણાતા હતાં. તેમને કોઈ ઍવૉર્ડ ન મળ્યો, પણ તેઓ અપ્સરા જેવા ભાસતા હતાં.

ટાઇગર-ક્રિતી

ટાઇગર-ક્રિતી

હીરોપંતી માટે ટાઇગર શ્રૉફ અને ક્રિતી સૅનન બંનેને બેસ્ટ ડેબ્યુ ઍવૉર્ડ (મેલ-ફીમેલ) મળ્યો હતો.

બાર્બી હાંડા

બાર્બી હાંડા

પ્રિયંકા ચોપરાના બહેન બાર્બી હાંડા ઉર્ફે મન્નારા ચોપરા પણ પ્રિયંકાને ફૉલો કરતા જણાયા હતાં.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના પોતાના પોલ્કા ડૉટ આઉટફિટમાં સારા લાગતા હતાં. તેઓ હાલમાં હવાઈઝાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે.

તબ્બુ

તબ્બુ

હૈદરમાં શાનદાર કામ કરનાર તબ્બુ જાણે હૈદરની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂર વધતી વય સાથે વધુ યુવાન થતા જાય છે. તેમની દીકરી સોનમ કપૂરની ફિલ્મ ડૉલી કી ડોલી આગામી 23મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

લીઝા હૅડન

લીઝા હૅડન

ધ શૌકીન્સની હીરોઇન લીઝા હૅડને પણ આ રેડ કારપેટ પર હાજરી નોંધાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X