જુઓ ગૉડ ફાદર વગર ટોચે પહોંચનારા સ્ટાર્સ
મુંબઈ, 3 ઑક્ટોબર : બૉલીવુડમાં તેવા લોકોની બોલબાલા છે કે જેમના ગૉડ ફાધર બૉલીવુડમાં છે. જેમ કે કપૂર પરિવાર, રોશન પરિવાર અને ખાન પરિવાર. તેમના બાળકોને ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા માટે કોઈ સહારાની જરૂર નથી હોતી. નવા લોકો યોગ્ય હોવા છતાં વગર કોઈ લાગવગે આગળ નથી વધી શકતાં. તેમને કોઈ બ્રેક નથી આપતું.
આવો આજે અમે આપને બૉલીવુડના એવા સ્ટાર્સ વિશે જણાવીએ કે જેઓ વગર લાગવગે બુલંદીએ પહોંચ્યાં-

ઐશ્વર્યા રાય
વર્ષ 1984માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીતનાર અભિનેત્રી ઐશ્વર્યા રાયણ પણ વગર કોઈ ગૉડફાદરે જ બૉલીવુડમાં આવ્યા હતાં. પોતાના અભિનયના બળે જ તેઓ ફિલ્મોના નંબર વન અભિનેત્રી બન્યાં. તેમના આ ગુણોને કારણે આજે તેઓ બૉલીવુડના સૌથી આદર્શ પરિવારના વહુ છે.

શાહરુખ ખાન
બૉલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાને પોતાની મહેનતે એવો મુકામ હાસલ કર્યો કે જેને પામવો દરેકના વશની વાત નથી હોતી. ફિલ્મી કૅનવાસનો રોમેન્ટિક કિંગ આજે લોકોના હૃદયે રાજ કરે છે. તેથી લોકો તેમને સેલ્ફ મેડ માણસ કહે છે.

દીપિકા પાદુકોણે
વર્ષ 2008માં ફિલ્મ ઓમ શાંતિ ઓમ સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશનાર દીપિકાએ માત્ર ચાર જ વર્ષમાં તેવો મુકામ હાસલ કરી લીધો કે જ્યાં પહોંચવું દરેકના વશની વાત નથી હોતી. બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેની મોટી પુત્રી દીપિકાએ પોતાની સફળતા પોતાના બળે પામી છે.

કંગના રાણાવત
ફિલ્મ ગૅંગસ્ટર સાથે ઘુંઘરાળા વાળો વાળી પહાડી બાળાએ પણ થોડીક જ ફિલ્મો દ્વારા સાબિત કરી આપ્યું કે તેઓ પણ કોઈનાથી ઓછાં નથી.

બિપાશા બાસુ
બૉલીવુડની સેક્સી અભિનેત્રીઓમાં શામેલ બિપાશા બાસુએ પોતાના બળે સાબિત કરી આપ્યું કે જો તક મળે તો માણસ બહુ આગળ જઈ શકે છે. બિપાશાએ તો તેવા મિથકને પણ તોડી નાંખ્યું કે શ્યામવર્ણની છોકરી અભિનેત્રી ન બની શકે.

જ્હૉન અબ્રાહમ
મૉડેલિંગથી ફિલ્મી દુનિયામાં પ્રવેશનાર જ્હૉન અબ્રાહમે પોતાની ફિલ્મો દ્વારા એવી ધૂમ મચાવી કે છોકરીઓ તેમની પાછળ ઘેલી થઈ ગઈ.

પ્રિયંકા ચોપરા
વિશ્વસુંદરી પ્રિયંકા ચોપરા પણ વગર કોઈ સહારે ફિલ્મી દુનિયામાં આવ્યાં અને આજે જંગલી બિલાડી બની ચુક્યાં છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન અંગે શું કહેવાય? તેઓ તો માથેથી પગ સુધી કમાલ છે. લોકો નીટ એન્ડ ક્લીન થઈ નામ કમાય છે. તેઓ ડર્ટી થઈ મશહૂર થઈ ગયાં. વિદ્યાએ પોતાના અભિનય કૌશલ્ય વડે સાબિત કર્યું કે ઉંમર અભિનય ઉપર ભારે નથી પડતી.

અનુષ્કા શર્મા
સ્વિટ એન્ડ સ્પાઇસી નામે જાણીતાં અનુષ્કા શર્માએ પણ થોડીક જ ફિલ્મો દ્વારા સિદ્ધ કર્યું કે તેઓ કોઈનાથી પાછાં પડે તેવા નથી. ટોચના કલાકારો સાથે કામ કરી તેમણે જાણીતી અભિનેત્રીઓને ટક્કર આપી છે.












Click it and Unblock the Notifications
