અમિતાભને મળી કોફી ટેબલ બુકની ગિફ્ટ
મુંબઇ, 13 માર્ચ: પ્રતિષ્ઠિત હોલિવુડ ફિલ્મ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પોતાની કોફી ટેબલ બુક ઉપહાર તરીકે આપી છે. સ્પીલબર્ગ હાલમાં 'લિંકન'ની સફળતાની ઉજવણી કરવા માટે ભારત આવેલા છે.
અમિતાભે ટ્વિટર પર જણાવ્યું કે 'સ્પીલબર્ગની સાથે વધુ એક સાંજ. તેમણે પોતાની કોફી ટેબલ બુક મને ભેંટ સ્વરૂપે આપી છે.' બિગ બી મંગળવારે ભારતીય બિઝનેસમેન દંપતિ અનિલ અને ટીના અંબાણી દ્વારા સ્પીલબર્ગના સમ્માનમાં આપવામાં આવેલી પાર્ટીમાં સૌથી પહેલા પહોંચનાર મહેમાન હતા.













Click it and Unblock the Notifications
