For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉરર મૂવી સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરશે મિલી સ્ટોનમૂન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ડિસેમ્બર : લગાન ફિલ્મમાં રશેલ શૈલી, રંગ દેમાં એલિશ, કિસનામાં એંટોનિયો અને કાઇટ્સમાં બાર્બરા મોરી સહિત અનેક વિદેશી બેબ્સ બૉલીવુડ ફિલ્મોમાં પોતાના જલવા પાથરી ચુક્યાં છે. આ જ શ્રેણીમાં હવે વધુ એક નવું નામ જોડાવા જઈ રહ્યું છે. તે છે બ્રિટનના ગાયિકા અને અભિનેત્રી મિલી સ્ટોનમૂન. તેઓ હૉરર મૂવી 2 નાઇટ્સ ઇન સોલ વૅલી સાથે બૉલીવુડમાં પ્રવેશ કરવાં જઈ રહ્યાં છે. આ તેમની પ્રથમ હિન્દી છે.

ફિલ્મ 2 નાઇટ્સ ઇન સોલ વૅલી આગામી 28મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેઓ રિસર્ચરનું પાત્ર ભજવી રહ્યાં છે. પોતાની પ્રથમ જ ફિલ્મમાં મિલીએ ખૂબ જ લાજવાબ અભિનય કર્યો છે. તેમના અંગે તેમની પ્રથમ ફિલ્મના દિગ્દર્શક હરીશ શર્મા કહે છે - જ્યારે આપ આ ફિલ્મ જોશો, તો આપ તેમના સૌંદર્યની સાથે-સાથે તેમના અભિનય ઉપર પણ ફિદા થઈ જશો. આજે આપણી હિન્દી ફિલ્મોમાં અનેક વિદેશી ચહેરાઓ નજરે પડે છે. મોટાભાગે તો તેઓ આયટમ નંબર જ કરે છે અને સ્કિન શો પણ ખુલ્લેઆમ કરે છે. એવામાં મિલીએ આ ફિલ્મમાં કોઈ પણ જાતનો સ્કિન શો નથી કર્યો.

તેમણે આગળ જણાવ્યું - મિલીએ અભિનય તો શાનદાર કર્યો જ છે. સાથે પોતાના મધુર અવાજે ગીત પણ ગાયું અને મ્યુઝિક પણ પોતે જ કમ્પોઝ કર્યું છે. કેટલાંક સંવાદો અંગ્રેજી અને કેટલાંક હિન્દીમાં પણ તેઓ બોલ્યાં છે. મિલી અભિનય કરે છે, ગાય છે, ગીતકાર છે. સાથે જ અનેક વાદ્ય યંત્રો પણ વગાડી શકે છે અને બીજું ઘણું બધું કરી લે છે. અનેક પ્રતિભાઓના સ્વામી બ્રિટનના આ ગોરીને જોઈ શકાશે 2 નાઇટ્સ ઇન સોલ વૅલી ફિલ્મમાં.

English summary
British model, singer and actress Milli Stonemoon is now entering Bollywood with her first Hindi film 2 Nights in Soul Valley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X