Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : બિકિની સીન્સ અંગે હોબાળાથી અકળાયાં અદિતી

મુંબઈ, 6 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અદિતી રાવ હૈદરી આજકાલ બિકિની અંગે ચર્ચામાં છે. પોતાની આવનાર ફિલ્મ બૉસમાં તેઓના બિકિની દૃશ્યો ઉપર હોબાળો મચ્યો છે, તો તેમણે મૅક્ઝિમ મૅગેઝીન માટે પણ બિકિનીમાં હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. બિકિની અંગે મચેલા આ હોબાળા સામે અદિતી અકલાઈ ઉઠ્યાં છે. તેઓ ઇચ્છે છે કે લોકો બિકિનીને એક બીજા વસ્ત્રની જેમ જ સમજે.

અદિતીએ ગુરુવારે મુંબઈની મીઠીબાઈ કૉલેજ ખાતે બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું - હકીકતમાં બિકિની માત્ર એક બીજું પરિધાન છે. મને પુરતો વિશ્વાસ છે કે જે છોકરીઓ તરે છે, તેઓ પૂલમાં બિકિની જ પહેરે છે. પૂલમાં બિકિની જ પહેરવાની હોય છે, ત્યાં ગાઉન ન પહેરી શકાય.

એંથની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મમાં શિવ પંડિત પણ છે. બૉસ ફિલ્મ આગામી 16મી ઑકટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં આરંભે અમિતાભ બચ્ચન અક્ષય કુમારનો પરિચય કરાવવાનાં છે. બૉસનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. મીઠીબાઈ કૉલેજે યોજાયેલ પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરી સાથે શિવ પંડિત પણ હતાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે અદિતી?

શિક્ષક દિવસે પ્રમોશન

શિક્ષક દિવસે પ્રમોશન

અદિતી રાવ હૈદરીએ પોતાની આગામી ફિલ્મ બૉસના પ્રમોશન માટે શિક્ષક દિવસની પસંદગી કરી અને શિવ પંડિત સાથે તેઓ પહોંચી ગયા મુંબઈની મીઠીબાઈ કૉલેજ.

કરી મસ્તી

કરી મસ્તી

અદિતી અને શિવે મીઠીબાઈ કૉલેજમાં ફિલ્મના પ્રમોશન માટે મસ્તી કરી અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો.

બંધ થવો જોઇએ હોબાળો

બંધ થવો જોઇએ હોબાળો

બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.

માત્ર પોશાક

માત્ર પોશાક

અદિતી કહે છે - બિકિની માત્ર એક પોશાક છે, તે એક સુંદર પોશાક છે. જો કોઈ છોકરી પોતાની કાયા અને પોતાના સ્ત્રીત્વને લઈને ખુશ છે, તો તે સારૂં છે.

બાળપણથી પહેરુ છું બિકિની

બાળપણથી પહેરુ છું બિકિની

અદિતી કહે છે - મને લાગે છે કે આજે દરેકે બિકિનીને બીજી પોશાક તરીકે જોવી જોઇએ. હું બાળકી હતી, ત્યારથી જ બિકિની પહેરી રહી છું અને તેમાં સહજ અનુભવુ છું.

મૅક્ઝિમના કવર પેજ પર અદિતી

મૅક્ઝિમના કવર પેજ પર અદિતી

અદિતી રાવ હૈદરીએ એક મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમ નામની આ મૅગેઝીન માટે અદિતીએ ટૂ પીસ કપડામાં ફોટોશૂટ કરાવ્યું છે. મૅક્ઝિમના કવરપેજ ઉપર અદિતી રાવ હૈદરી બિકિની અને લિંગરીમાં પાણી વચ્ચે મસ્તી કરતાં દેખાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X