pics : સુભાષનું એમ કનેક્શન : મિનાક્ષીથી મિષ્ટી સુધી

મુંબઈ, 25 જાન્યુઆરી : રાજ કપૂર બાદ ફિલ્મી દુનિયાના બીજા શો મૅન ગણાતાં સુભાષ ઘાઈ લાંબાગાળા બાદ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કમબૅક કરી રહ્યાં છે. ભલે તેમની છેલ્લી કેટલીક ફિલ્મો બૉક્સ ઑફિસે નિષ્ફળ નિવડી હોય, પરંતુ આજે પણ લોકો સુભાષ ઘાઈની ફિલ્મોનો ઇંતેજાર કરે છે. ખબર છે કે સુભાષ ટુંકમાં જ એક નવી ફિલ્મ કાંચી સાથે લોકો વચ્ચે આવનાર છે. આ ફિલ્મની ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે ફરી એક વાર સુભાષ ઘાઈ એક નવો ચહેરો લોકો સામે લઈને આવી રહ્યાં છે અને તે છે બંગાળી અભિનેત્રી મિષ્ટી.

ચર્ચા એ બાબતની પણ છે કે સુભાષ જે અભિનેત્રીને લઈને આવે છે, તેનું નામ પણ એમથી શરૂ થાય છે. સુભાષે અત્યાર સુધી જેટલી નવી અભિનેત્રીઓ ફિલ્મી પડદે રજૂ કરી છે, તે તમામના નામો એમથી શરૂ થાય છે. હીરોથી મિનાક્ષી શેષાદ્રી, રામ લખનથી માધુરી દીક્ષિત, સૌદાગરથી મનીષા કોઈરાલા અને પરદેશથી મહિમા ચૌધરીએ બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યુ હતું.

માત્ર મહિમા ચૌધરી સિવાય બાકીની ત્રણે અભિનેત્રીઓએ બૉલીવુડમાં રાજ કર્યુ છે. તે તમામની સફળતા પાછળ સુભાષ ઘાઈની મહેનત છે. તેથી સૌને લાગે છે કે મિષ્ટી પણ કોઈ કમાલ જરૂર કરશે. કાંચી 35 કરોડની ફિલ્મ છે. તેનુ શુટિંગ 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે. હીરો કાર્તિક તિવારી છે.

આવો તસવીરો વડે જાણીએ સુભાષ ઘાઈનું એમ કનેક્શન.

મિનાક્ષી શેષાદ્રી

મિનાક્ષી શેષાદ્રી

મિનાક્ષી શેષાદ્રીની પ્રથમ ફિલ્મ પેંટર બાબૂ હતી, પરંતુ તેમને ઓળખ અપાવી સુભાષ ઘાઈની હીરો દ્વારા. હીરો પછી મિનાક્ષી રાતોરાત સ્ટાર બની ગયાં. હીરોની રાધા ઉર્ફે મિનાક્ષીએ પછી તો અનેક હિટ ફિલ્મો આપી અને પોતાને બહેતરીન અભિનેત્રી સાબિત કરી, પરંતુ મિનાક્ષીને પોતાની સફળતાનો શ્રેય કાયમ સુભાષ ઘાઈને જ આપે છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત આજે બૉલીવુડના આઇકૉન છે. નંબર વનના સિંહાસને એકછત્ર રાજ કરનાર માધુરીની સફળતાનો શ્રેય પણ સુભાષને જ જાય છે. માધુરીની પ્રથમ ફિલ્મ અબોધ હતી. તે પછી પણ ઘણી ફિલ્મો તેમણે કરી, પરંતુ માધુરીનો સિતારો ચમક્યો સુભાષ ઘાઈની રામ લખન ફિલ્મથી.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા નૈસર્ગિક સૌંદર્યના સ્વામી છે, પરંતુ તેમના સૌંદર્યને પારખ્યાં સુભાષ ઘાઈએ. સુભાષે મનીષાને સૌદાગર ફિલ્મમાં લીડ રોલ આપ્યો અને ત્યારથી જ તેઓ ઇલુ ઇલુ ગર્લ તરીકે ખ્યાતિ પામ્યાં.

મહિમા ચૌધરી

મહિમા ચૌધરી

મહિમા ચૌધરીએ સુભાષ ઘાઈની પરદેસ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો. ફિલ્મ મેગા હિટ રહી અને મહિમાને ઑફર્સ મળવા લાગી, પરંતુ પછી મહિમાએ સુભાષ સાથે કોઈ ફિલ્મ ન કરી અને નથી તેમની અન્ય ફિલ્મો પણ હિટ થઈ. આજે પણ મહિમાના ખાતામાં વન એન્ડ ઑન્લી મેગા હિટ ફિલ્મ પરદેસ જ છે.

મિષ્ટી

મિષ્ટી

સુભાષ ઘાઈ ફરી એક વાર પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ કાંચીમાં નવા ચહેરા મિષ્ટીને તક આપી રહ્યાં છે કે જે બંગાળી અભિનેત્રી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું મિષ્ટી જૂનો ઇતિહાસ દોહરાવી શકશે કે કેમ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X