પપ્પા રાકેશ પાસે ટાઇમ મૅનેજમેંટ શીખતાં હૃતિક રોશન
મુંબઈ, 31 જાન્યુઆરી : પોતાની પ્રથમ જ ફિલ્મથી લોકોને ઘેલું લગાડનાર બૉલીવુડના મેગાસ્ટાર હૃતિક રોશનનું કહેવું છે કે સફળતાનો મતલબ માત્ર પૈસો કમાવવો અને પ્રસિદ્ધિ પામવી નથી. મારા માટે સફળતા એક જુદી જ બાબત છે અને તે પામવાં ટાઇમ મૅનેજમેંટ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. આપ પોતાને કઈ રીતે ફીટ રાખો છો અને કેવી રીતે પડકારોનો સામનો કરો છો.

હૃતિકના જીવનમાં કોણ છે કે જે સમય મુજબ ચાલે છે અને પંક્ચ્યુઅલ છે? હૃતિકનું કહેવું છે કે ડૅડ રાકેશ રોશન મારી દૃષ્ટિએ સૌથી વધુ પંક્ચ્યુઅલ છે કે જે ટાઇમે સેટ પર આવે છે. હૃતિક રોશને જણાવ્યું કે ટાઇમ મૅનેજમેંટ એક આર્ટ છે કે જે હું શીખી રહ્યો છું. ટાઇમ મૅનેજમેંટનો મતલબ એ જ છે કે આપ સમયને કઈ રીતે કંટ્રોલ કરો છો. માત્ર બે જ બાબતો હોય છે. કાં તો આપ સમય કરતાં આગળ ચાલો કે પછી પાછળ. પંક્ચ્યુઅલ હોવું ટાઇમને કંટ્રોલ કરવા જેવી બાબત હોય છે.
હૃતિક રોશન હાલ ક્રિશ 3નું શુટિંગ કરી રહ્યાં છે. છેલ્લે તેમની ફિલ્મ કાઇટ રિલીઝ થઈ છે. 39 વર્ષીય હૃતિક રોશને ઓછા સમયમાં બૉલીવુડમાં મોટો મુકામ હાસલ કર્યો. તેની પાછળ તેમની સખત મહેનત અને સમર્પણ મનાય છે.












Click it and Unblock the Notifications
