સુચિત્રાનો ઘટસ્ફોટ : સ્ત્રીઓને માત્ર સેક્સ ઑબ્જેક્ટ ગણે છે રામૂ!

મુંબઈ, 20 નવેમ્બર : રામ ગોપાલ વર્મા બૉલીવુડનું તે નામ છે કે જેમની ફિલ્મો ક્યારેક સિલ્વર સ્ક્રીન ઉપર લોકોના હોશ ઉડાવી હતી, પરંતુ આજે તેમની ફિલ્મો ઓછી, વિવાદાસ્પદ વાતો વધુ ચર્ચાનો વિષય બને છે. ક્યારેક અમિતાભ, તો ક્યારેક ઐશ્વર્યા રાય અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રામૂ અંગે વધુ એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે.

suchitrakrishnamoorthi

જાણીતા દિગ્દર્શક શેખર કપૂરના પૂર્વ પત્ની અને એક સમયે શાહરુખ ખાન સાથે કામ કરનાર અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના પુસ્તક ડ્રામા ક્વીનમાં લખ્યું છે કે રામ ગોપાલ વર્માની નજરે એક સ્ત્રી માત્ર એક વાપરવાની વસ્તુ છે કે જે માત્ર ને માત્ર સૂવાને કામ આવે છે. તેમની નજરે સ્ત્રી એક સેક્સ ઑબ્જેક્ટ છે. તેથી રામ ગોપાલ વર્મા લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતાં. તેઓ સ્ત્રીઓના શરીરને તો પ્રેમ કરે છે, પણ તેમના માઇન્ડને નહીં.

રામ ગોપાલ વર્માએ પોતાના આવા વિકૃત વિચારો પોતે સુચિત્રા સમક્ષ વ્યક્ત કર્યા હતાં કે જ્યારે સુચિત્રાએ તેમની સાથે લગ્ન કરવા માટે એસએમએસ કર્યો હતો. રામૂએ જ્યારે એસએમએસનો કોઈ જવાબ ન આપ્યો, તો સુચિત્રાએ રામૂને મળીને આ અંગે જવાબ માંગ્યો. તે વખતે રામૂએ પોતાના આવા વિચારો સુચિત્રા સમક્ષ વ્યક્ત કર્યા હતાં. સુચિત્રાએ પુસ્તકમાં આ બધુ રામ ગોપાલ વર્માની અનુમતિ મેળવી લખ્યું છે.

કભી હાં કભી ના જેવી ફિલ્મ દ્વારા શાહરુખ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સુચિત્રા કૃષ્ણમૂર્તિએ જ્યારે રામૂ ગોપાલ વર્માના મોઢે સ્ત્રીઓ અંગેના તેમના આવા વિચારો જાણ્યાં, ત્યારે તેમણે તેમની સાથે લગ્ન કરવાનો ઇરાદો છોડી દીધો અને શેખર કપૂર સાથે લગ્ન કરી લીધાં. જોકે સુચિત્રા-શેખરનું લગ્નજીવન પણ લાંબુ ન ટકી શક્યું અને 2007માં બંનેએ છુટાછેડા લઈ લીધાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X