મુંબઈ, 15 જાન્યુઆરી : ગદર એક્ટર સન્ની દેઓલ પોતાની સુપર હિટ ફિલ્મ ઘાયલની રીમેક ઘાયલ રિટર્ન્સ ફિલ્મના શૂટિંગમાં પુરજોશમાં લાગી ગયાં છે.
ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો જોઈને તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઘાયલ રિટર્ન્સમાં સન્ની દેઓલ ઘાયલ જેવી જ એક્શન કરતાં નજરે પડવાના છે. ઘાયલ રિટર્ન્સનું દિગ્દર્શન સન્ની દેઓલ પોતે જ કરી રહ્યાં છે.
ઘાયલ રિટર્ન્સ સને 1990માં આવેલી ઘાયલની સિક્વલ છે. ઘાયલમાં સન્ની દેઓલ સાથે અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રી તથા રાજ બબ્બર પણ હતાં. ઘાયલ અજય મહેરા નામના એક એવા પાત્રની વાર્તા હતી કે જે પોતાના ભાઈનું સત્ય જાણવા માટે ઘેરા જાળમાં ફસાતો જાય છે.
ઘાયલ રિટર્ન્સ અજય મહેરાના આ પાત્રને આગળ લઈ જઈ રહી છે. અજય મહેરા એટલે કે સન્ની દેઓલ જેલમાં હતો અને હવે તે પછી 20 વર્ષ વીતી ગયા છે. અજય મહેરા જેલમાંથી બહાર આવશે અને તે પછી આગળ શું થશે, તે જ ઘાયલ રિટર્ન્સની વાર્તા છે.
અજય મહેરા હવે જુદી-જુદી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે જુદી-જુદી રીતે પહોંચે છે? ફિલ્મનો પ્લૉટ આ જ છે. તેથી ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થશે કે જ્યાંથી ઘાયલ ખતમ પૂરી થઈ હતી.
નોંધનીય છે કે સન્ની દેઓલ છેલ્લે પોતાના હોમ પ્રોડક્શનની યમલા પગલા દીવાના 2 અને તે પછી શિલ્પા શેટ્ટીની ઢિશકિયાઉં જેવી ફિલ્મોમાં દેખાયા હતાં કે જે ફ્લૉપ નિવડી હતી.
Sunny Deol starts Shooting ghayal returns, sequel to Ghayal. The pics from shoot state that Sunny Deols fuming anger and uncontrollable frustration is back.