શાહરૂખ અને ઋત્વિક બાદ હવે સની લિયોન પણ......
શાહરૂખ અને ઋત્વિક રોશન બાદ હવે સની લિયોન પણ સુપરહીરોના રોલમાં જોવા મળશે. જી હા... સની આગામી એક ફિલ્મમાં સુપરવુમેન બનશે. આ ફિલ્મને બીજુ કોઈ નહીં પણ તેમના હસબન્ડ પ્રોડ્યુસ કરી રહ્યાં છે.
સની લિયોન અને તેમના હસબન્ડે હાલમાં જ એક પ્રોડક્શન કંપની લોન્ચ કરી છે. જેની પહેલી ફિલ્મ આજ હશે. ફિલ્મમાં સની ફરી એકવખત સેક્સી અવતારમાં નજરે પડશે. ત્યાં જ ફિલ્મમાં તે ખુબ એક્શન કરતી પણ નજરે પડશે.
જણાવી દઈએ કે ફિલ્મનું પ્રી પ્રોડક્શન પુરૂ થઈ ગયુ છે. અને હવે આ કપલ આ ફિલ્મ પર ખુબ ઝડપથી કામ કરી રહ્યું છે.

સની લિયોન
સની લિયોન, વીર દાસ અને તુષાર કપૂરની ફિલ્મ વીરઝાદે આ વર્ષે જ રિલીઝ થવાની હતી. પરંતુ હાલમાં સેંસરમાં અટકી પડી છે.

વન નાઈટ સ્ટેન્ડ
વન નાઈટ સ્ટેન્ડ વર્ષ 2016ના શરૂના મહિનામાં રિલીઝ થઈ જશે. આ ફિલ્મમાં તેમની સાથે તનુજ વીરમાની છે.

બેમાન લવ
સની લિયોન અને રજનીશ દુગ્ગલની આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.

ટીના ઔર લોલો
સની લિયોન અને કરિશ્મા તન્નાની આ ફિલ્મ એક્શન થ્રીલર છે. આ ફિલ્મ પણ વર્ષના અંતે રિલીઝ થઈ જશે.

સિંહ ઈઝ બ્લીંગ
પહેલી વખત સની કોઈ એ સ્ટાર અભિનેતા સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, એમી જેક્સન અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

યે દિલ હૈ મુશ્કિલ
કરણ જોહરે પણ સનીને આગામી ફિલ્મ યે દિલ હૈ મુશ્કેલ માટે સઈન કરી છે. યે દિલ હૈ મુશ્કિલમાં સની કેમિયો કરતી જોવા મળશે.












Click it and Unblock the Notifications
