એક ભૂલને કારણે અહીં ફસાઈ ગઈ હતી સની લિયોની
સની લિયોની એક મોલમાં ગઈ ત્યારે ભીડને જોઈને મોલ માલિકે સ્ટોરનું શટર બંધ કરી દીધું અને ટેક્નિકલ ખામી સર્જાતાં તે ખુલ્યું નહીં.
મુંબઈના એક મોલમાં સની લિયોની કલાકો સધી કેદ રહી હતી. હકીકતમાં વાત એમ છે કે સની એક મોલમાં ગઈ ત્યારે ભીડને જોઈને મોલ માલિકે સ્ટોરનું શટર બંધ કરી દીધું અને ટેક્નિકલ ખામીને કારણે શટર ખુલી રહ્યું ન હતું. એવામાં સની લિયોની, ડિઝાઈનર, પતિ ડેનિયલ વેબર અને મોલ માલિક કલાકો સુધી એક સ્ટોરમાં બંધ રહ્યા હતા. જણાવી દઈએ કે સની અહીં સ્ટોરના ઓપનિંગ માટે પહોંચી હતી.

ભીડ જોઈને ડરી ગયા મોલ માલિક
સની જ્યારે સ્ટોરના ઉદ્ઘાટન માટે મોલમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા હતા. લોકો ધક્કા-મુક્કી કરવા લાગ્યા તે જોઈને મોલ માલિક અને રિયાજ ગાંજીએ શટર બંધ કરી દીધું હતું. ઉતાવળમાં શટર નીચેની તરફ ખેંચ્યું હોવાથી શટર લૉક થઈ ગયું હતું.

કલાક સુધી ન ખુલ્યું શટર
સ્ટોરની અંદર થોડો સમય બેસ્યા બાદ મોલના માલિકને લાગ્યું કે ભીડ ઓછી થવા લાગી તો તેમણે શટર ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ શટર ખુલ્યું નહીં. બાદમાં મોલના કર્મચારીઓને માહિતી આપવામાં આવી. એમણે જણાવ્યું કે મોલના દરવાજામાં ઑટોમેટિક લૉક છે અને તેને બંધ કરતી વખતે કેટલાક સેફ્ટી ફીચરનું ધ્યાન રાખવું પડે છે. બાદમાં મોલના કર્મચારીઓએ શટરના લૉકિંગ સિસ્ટમને રીસેટ કરી ત્યારે શટર ખુલ્યું.













Click it and Unblock the Notifications
