સન્નીએ જીતી બમ્પર દશેરા ઑફર : બંગલો, ફિલ્મો, પૈસા...
મુંબઈ, 18 ઑક્ટોબર : કહે છે કે ભગવાન જ્યારે આપે છે તો છપ્પર ફાડીને આપે છે... કઈંક એવું જ થયું છે પોર્ન સ્ટાર સન્ની લિયોન સાથે. મૅડમ અત્યાર સુધી ફ્લૉપ ફિલ્મનું બિરૂદ લઈ મુંબઈમાં મકાન શોધી રહ્યા હતાં, પરંતુ હવે તેમની શોધ ખતમ થઈ ચુકી છે. તેમને મુંબઈમાં ઘર તો મળી ગયું છે, પણ તેમને પાંચ-પાંચ કરોડની ફિલ્મો પણ મળી ગઈ છે.

સન્નીએ ટ્વિટર પર લખ્યું છે કે તેમણે મુંબઈના લોખંડવાલા ખાતે એક મકાન નક્કી કરી લીધું છે. એક વર્ષથી ચાલતાં મારા પ્રયત્નોનું પરિણામ છે કે મને મુંબઈમાં ઘર મળી ગયું. બીજી બાજુ સન્ની લિયોને અલંબરા એંટરટેનમેંટ સાથે ત્રણ ફિલ્મોનું એગ્રીમેંટ સાઇન કર્યું છે. આ ત્રણે ફિલ્મો પાંચ-પાંચ કરોડ રુપિયાની છે. પ્રથમ ફિલ્મનું શુટિંગ 2013થી શરૂ થશે.
આપણે સામાન્ય રીતે દશેરાએ બમ્પર ઑફરનું નામ સાંભળીએ છીએ, પરંતુ આવા ખુશકિસ્મત ધરાવતાં લોકો બહુ ઓછા હોય છે અને સન્ની તેમાંના એક છે કે તેમને આ દશેરાએ બંગલો અને ફિલ્મો બંને જ મળી ગયાં. રીયલી સન્ની આપને આપની સફળતાની મુબારકબાદ.












Click it and Unblock the Notifications
