રાગિણી એમએમએસ 2 પૂર્ણત્વે સન્નીની ફિલ્મ
મુંબઈ, 17 ડિસેમ્બર : પોર્ન સ્ટાર સન્ની લિયોનનું શું કહેવું? ચારે બાજુ તેમની જ ચર્ચાઓ છે. કારણ છે ભારતમાં વધતી તેમની લોકપ્રિયતા. તાજેતરમાં જ સમાચાર આવ્યાં છે કે ગૂગલ અને યાહૂ બંનેના જ સર્ચ એંજીનોમાં સન્ની લિયોન નંબર વન રહ્યાં છે, તો બીજી બાજુ સન્ની લિયોન આજકાલ ટેલીવિઝનના મહારાણી તેમજ સ્ટાર ફિલ્મમેકર એકતા કપૂરની ફિલ્મ રાગિણી એમએમએસ 2 કરી રહ્યાં છે. સન્નીએ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે રાગિણી એમએમએસ 2 પૂર્ણત્વે તેમની ફિલ્મ છે, કારણ કે આ ફિલ્મમાં તેમનો અવાજ જિસ્મ ફિલ્મની જેમ ડબ નહીં હોય. તેમના અવાજની ડબિંગ નહીં કરાય.

નોંધનીય છે કે સન્નીની પ્રથમ ફિલ્મ જિસ્મ 2માં સન્નીના અવાજની ડબિંગ કરાઈ હતી, પરંતુ સન્ની લિયોન આ વખતે પૂર્ણત્વે પોતાની ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. એમ પણ સન્ની લિયોન આજકાલ બૉલીવુડના મોટા-મોટા દિગ્ગજો સાથે કામ કરી રહ્યાં છે. તેમની પાસે બિગ પ્રોજેક્ટ અને બિગ મની ધરાવતી ફિલ્મો છે. પોતાની લોકપ્રિયતાથી ઉત્સાહિત સન્ની લિયોને પોતે માન્યું છે કે તેમની અંદર ક્ષમતા છે. એટલે જ તો લોકો તેમને સર્ચ કરે છે અને પસંદ કરે છે. આખરે તેમની ડિમાંડ વધી જ એટલા માટે છે કે તેઓ ખૂબ જ હસીન, પ્રતિભાશાળી અને સુંદર છે.
સન્ની લિયોનની ફિલ્મ રાગિણી એમએમસ 2 આવતા વર્ષે રિલીઝ થશે. સન્ની અને એકતા કપૂર ઇંટરનેટ વડે જ સમ્પર્કમાં આવ્યા હતાં. બિગ બૉસમાં સન્નીનું કામ એકતાને ખૂબ પસંદ પડ્યુ હતું. તેથી જ તેમણે સન્નીને પોતાની ફિલ્મ માટે એપ્રોચ કરી હતી અને સન્નીએ હા કહી હતી. જોઇએ કે સન્નની જિસ્મ 2ની જેમ રાગિણી એમએમએસ 2 ફ્લૉપ થાય છે કે એકતા કપૂરની રાગિણી એમએમએસ પાર્ટ વનની જેમ હિટ જાય છે.












Click it and Unblock the Notifications
