સની લિયોનીનો ખુલાસો મેં સુરતમાં કોઇ રિપોટરને નથી માર્યો!

સની લિયોની હવે તેના થપ્પડ કાંડમાં અધિકૃત રીતે ખુલાસો કર્યો છે. એટલું જ નહીં સની લિયોની એક દમ સની દેઓલ સ્ટાઇલ જાણીતા અખબાર મીડે ડે પર પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. અને આ અંગે તેના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટિપ્પણી પણ કરી છે. નોંધનીય છે કે શુક્રવારે તેવા સમાચાર આવ્યા હતા કે સુરતમાં "પ્લે હોલી વીથ સની લિયોની" નામના કાર્યક્રમમાં સનીને કોઇ પત્રકારે અભદ્ર સવાલો પૂછ્યા હતા.જેના બાદ સની લિયોનીએ પત્રકારને તમાચો ચોડી દીધો હતો.

સનીને પૂછવામાં આવ્યું હતું કે તું પહેલા તો પોર્ન સ્ટાર હતી અને હવે બોલીવૂડની સ્ટાર છે તો તારા એક રાતના ભાવ શું છે? આ અંગે જ્યારે સની લિયોનીએ સવાલ ફરી પૂછવા કહ્યું તો પત્રકારે કહ્યું કે તારા નાઇટ પ્રોગ્રામના ભાવ શું છે? જે પર સનીનો પીત્તો ગયો હતો અને તેણે પત્રકારને બે થપ્પડ ચોડી દીધી હતી. જો કે સની આ મામલાને કોઇ મોટો ઇસ્યૂ બનાવવા નહતી ઇચ્છતી માટે તેણે આ અંગે કોઇ અધિકૃત ફરિયાદ નહતી કરી તેવા ખબર આવ્યા હતા.

જો કે આ અંગે સની લિયોની અને તેના પતિએ આજે અધિકૃત રીતે ખુલાસો કર્યો છે કે આવી કોઇ ધટના બની જ નહતી. અને સની લિયોનીએ કોઇ પણ પત્રકારને થપ્પડ મારી જ નથી. ત્યારે સની લિયોનીનીએ આ સમગ્ર પ્રકરણ પર તેના ટ્વિટરમાં શું રિપ્લાય આપ્યો છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સની લિયોની

સની લિયોની

સની લિયોનીએ આ થપ્પડ કાંડમાં જાણીતા અખબાર મીડ ડે પર રોષ વ્યક્ત કરતા કહ્યું કે આવા સમચારોને છાપતા પહેલા મીડ ડે સમાચારોની યથાર્થતા ચકાસવી જોઇએ.

સની: હું અહિંસામાં માનું છું

વધુમાં સનીએ કહ્યું કે હું હિંસામાં નથી માનતી. અને મારા વિષે મિડ ડે જે રીતે ખોટી વાતો લખી છે તે આધાતજનક છે. મને ખબર છે કે તમારી જોડે ડેનિયલનો નંબર છે. તો બીજી વાર સચ્ચાઇ તપાસી લેજો!

જ્યારે સનીને આવ્યો ગુસ્સો

ત્યારે આ ટ્વિટ વાંચીને તો એવું જ લાગે છે કે સની લિયોનીએ મીડ ડે પર બરાબરનો રોષ વ્યક્ત કર્યો છે.

ડેનિયલે શું કહ્યું

ડેનિયલે શું કહ્યું

સની લિયોનીના પતિ અને તેના મેનેજર ડેનિયલ વેબર કહ્યું કે આ આખી સ્ટોરી જ ખોટી છે. અને આ અંગે તેણે મીડ ડેને કોલ પણ કર્યો હતો. અને તેમણે આ અંગે માફી પણ માંગી છે અને છાપામાં પણ તે લેખિતમાં માફી માંગવાના છે.

દારૂડિયો ધૂસી આવ્યો હતો સનીના રૂમમાં

દારૂડિયો ધૂસી આવ્યો હતો સનીના રૂમમાં

વધુમાં ડેનિયલે તે ખબર પણ ખોટા ગણાવ્યા જે મુજબ મીડ ડેમાં જણાવ્યું હતું કે સની લિયોનીના હોટલ રૂમમાં દારૂડિયો ધૂસી આવ્યો હતો. તેણે કહ્યું કે તે વાત તો બધા જ જાણે છે કે સની કેવી હાઇ સિક્યોરીટી સાથે ફરે છે. અને કોઇ પણ ઇવેન્ટ દરમિયાન ઓછામાં ઓછા 50 લોકલ બાઉન્સર તેની આસપાસ હોય છે. તો આવું થવું શક્ય જ નથી.

સની લિયોની

સની લિયોની

નોંધનીય છે કે સની લિયોની સુરતમાં એક હોળી કાર્યક્રમને માણવા માટે આવી હતી. તે દરમિયાન તેણે પત્રકારને થપ્પડ મારી હોય તેવા સમાચાર આવ્યા હતા. જે અંગે સની લિયોની અને તેના પતિએ રદિયો આપી છે કે આવી તમામ વાતો પોકળ અને તદ્દન ખોટી છે. અને આવું ક્યારેય થયું જ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X