Baby Doll હવે કહેશે સેશમ્મા... સેશમ્મા... : જુઓ સન્નીના Item Songs!
બેંલગુરૂ, 4 ઑગસ્ટ : બૉલીવુડની બૅબી ડૉલ સન્ની લિયોન હાલમાં બેંગલુરૂ ખાતે આગામી કન્નડ ફિલ્મ ડીકે માટે એક આયટમ નંબરનું શૂટિંગ કરી રહ્યાં છે. આ એક લોક ગીત છે કે જેમાં સન્ની લિયોન પરમ્પરાગત વેશભૂષામાં નજરે પડશે. સન્ની લિયોન રાગિણી એમએમએસ 2 ફિલ્મની શાનદાર સફળતા બાદ બૉલીવુડમાં બૅબી ડૉલ ગર્લ બની ગયા છે. તેમણે તાજેતરમાં જ હેટ સ્ટોરી 2 ફિલ્મમાં પણ પિંક લિપ્સ... આયટમ સૉંગ કર્યુ હતું.
સન્ની હવે કન્નડ ફિલ્મ ડીકેમાં આયટમ સૉંગ કરી રહ્યાં છે. આ આયટમ સૉંગના બોલ છે સેશમ્મા સેશમ્મા... ફિલ્મ યૂનિટ સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું - સન્ની લિયોન છેલ્લા ત્રણ દિવસથી ડીકેના સેટ પર શૂટિંગ કરી રહ્યાં છે. આ સેટ ખાસ આ ગીત માટે તૈયાર કરાયું છે. સોમવારે શૂટિંગ પૂર્ણ થઈ જશે. આ એક લોક ગીત છે અને દર્શકો ચોક્કસ સન્નીના ઠુમકાની મજા માણવાનાં છે.
ઉદય પ્રકાશ દિગ્દર્શિત ડીકે ફિલ્મમાં પ્રેમ મુખ્ય ભૂમિકામાં છે. સન્ની લિયોન હાલમાં તામિળ ફિલ્મ વૅડેક્યુરી (તેલુગુમાં કુલ્ફી)ના એક ખાસ ગીતમાં નજરે પડ્યા હતાં. તેમણે આગામી તેલુગુ ફિલ્મ કરંટ થીગાના આયટમ નંબરનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.
ચાલો તસવીરોમાં બતાવીએ સન્ની લિયોનના અત્યાર સુધીના કૅરિયરના Item Songs :

લૈલા તેરી લે લેગી...
સન્ની લિયોને એકતા કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં પહેલી વખત આયટમ સૉંગ કરી ધૂમ મચાવી હતી. તેમણે લૈલા તેરી લે લેગી... આયટમ સૉંગ કર્યુ હતું.

બૅબી ડૉલ...
સન્ની લિયોને પોતાની પહેલી લીડ રોલ ધરાવતી ફિલ્મ રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં બૅબી ડૉલ... આયટમ સૉંગ કર્યું. આ ગીત ખૂબ જ હિટ રહ્યું અને તેથી સન્ની આજે બૉલીવુડમાં બૅબી ડૉલ તરીકે સ્થાપિત થઈ ચુક્યાં છે.

પિંક લિપ્સ...
સન્ની લિયોને તાજેતરમાં જ હેટ સ્ટોરી 2માં પણ પિંક લિપ્સ... આયટમ સૉંગ કરી ફિલ્મની લીડ હીરોઇન સુરવીન ચાવલાને પણ ફીકી પાડી દીધી હતી.

વૅડેક્યુરી-કુલ્ફી
સન્ની લિયોન હાલમાં તામિળ ફિલ્મ વૅડેક્યુરી (તેલુગુમાં કુલ્ફી)ના એક ખાસ ગીતમાં નજરે પડ્યા હતાં.

લુંગી ડાન્સ
સન્ની લિયોને આગામી તેલુગુ ફિલ્મ કરંટ થીગાના લુંગી ડાન્સ ધરાવતાં આયટમ નંબરનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે.

સેશમ્મા... સેશમ્મા...
સન્ની લિયોન હાલમાં બેંગલુરૂ ખાતે આગામી કન્નડ ફિલ્મ ડીકે માટે એક આયટમ નંબરનું શૂટિંગ કરી રહ્યાં છે. આ એક લોક ગીત છે કે જેમાં સન્ની લિયોન પરમ્પરાગત વેશભૂષામાં નજરે પડશે. આ આયટમ સૉંગના બોલ છે સેશમ્મા સેશમ્મા...













Click it and Unblock the Notifications
