કડકડતી ઠંડીમાં સન્ની-સોફી લગાવશે હૉટ તડકો
અમદાનાદ, 24 ડિસેમ્બર : એક બાજુ કંપાવનારી ઠંડી, તો બીજી બાજુ પરસેવે રેબઝેબ કરતી આગ. હા જી, અમે વાત કરીએ છીએ બૉલીવુડના હૉટ બેબ્સ સન્ની લિયોન તથા સોફી ચૌધરીની કે જેઓ આ વર્ષે ઝૂમ ચૅનલે ઈયર એન્ડર રજુ કરતાં નજરે પડશે. સમાચાર છે કે બંને સેક્સી બાળાઓ સેક્સી સાંતાનું સ્વરૂપ ધારણ કરશે અને તે ટેલીવિઝન શો હોસ્ટ કરશે કે જે લોકોને બૉલીવુડને આખા વર્ષનું ઘટનાક્રમ બતાવશે.

સન્ની બૉલીવુડ ન્યુઝની યજમાની કરશે, તો સોફી બી-ટુનાઇટના યજમાન બનશે. આ શોની ખાસ વાત એ રહેશે કે આ શોમાં અગ્નિપથની સકેસ્સ પાર્ટીમાં શાહરુખ ખાનના હંગામાથી લઈ સૈફ અલી ખાનની મારઝૂડની વાર્તા હશે. આ પ્રકારના શો પાછળ બંને કલાકારોની લોકપ્રિયતા છે. સન્ની લિયોન વર્ષ 2012ની ગૂગલ અને યાહૂની સર્ચિંગ લિસ્ટમાં સૌથી ઊપર છે, તો બીજી બાજુ સોફી ચૌધરીને લોકો ભારતના ગોલ્ડી હૉન કહે છે.
પૉપ ગાયિકા તરીકે કૅરિયર શરૂ કરનાર સોફીએ પોતાનું એક બૅન્ડ સાનસારા પણ શરૂ કર્યું, પરંતુ તેઓ એમટીવીના વીડિયો જૉકી (વીજે) તરીકે વધુ જાણીતાં છે. શરુઆતી તબક્કામાં ટેલીવિઝને કામ કર્યા બાદ સોફીએ મોટા પડદે રુખ કર્યો અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ તથા અગર જેવી ફિલ્મોમાં કામ કર્યું.
સન્ની લિયોન હાલ એકતા કપૂરની રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે સન્ની હદથી વધારે આતુર છે. તેમને આશા છે કે લોકો તેમને આ ફિલ્મમાં જરૂર પસંદ કરશે.
ગુજરાતી વનઇન્ડિયાના દૈનિક ન્યુઝ લેટર પર સબસ્ક્રાઇબ થવા માટે અહીં ક્લિક કરો.












Click it and Unblock the Notifications
