Wow! : હેટ સ્ટોરી 3માં લાગશે ‘બૅબી ડૉલ’ સન્ની લિયોનનો તડકો!
મુંબઈ, 3 સપ્ટેમ્બર : હૉટ પાઓલી ડૅમ અને તેનાથી વધુ ચઢિયાતી સાબિત થઈ સુરવીન ચાવલા. શું સુરવીન કરતા પણ ચઢિયાતી હૉટનેસ જોવા મળશે હેટ સ્ટોરી 3માં? જો આ પ્રશ્ન ઉઠાવવામાં આવે, તો જવાબ પણ હાજર જ હોય. પાઓલીને માત આપનાર સુરવીન અને સુરવીનને માત્ર પિંક લિપ્સ... ગીત દ્વારા જ પાણી ભરતી કરનાર સન્ની લિયોન જ હેટ સ્ટોરી 3ને વધુ સનસનાટીપૂર્ણ બનાવી શકે છે.
પાઓલી ડૅમ અભિનીત હેટ સ્ટોરીની સિક્વલ આ જ વર્ષે હેટ સ્ટોરી 2 તરીકે આવી અને તેમાં સુરવીન ચાવલાએ પોતાની કાતિલ અદાઓ વડે લોકોના દિલ જીતી લીધાં. હવે હેટ સ્ટોરી 2ની ત્રીજી સિક્વલ હેટ સ્ટોરી 3 બનાવવાની તૈયારી શરૂ થઈ છે અને સુખદ આશ્ચર્યજનક વાત એ છે કે ત્રીજી સિક્વલમાં રાગિણી એમએમએસનો તડકો લાગવાનો છે.
હા જી, જાણવા મળ્યા મુજબ હેટ સ્ટોરી 3 માટે સન્ની લિયોનને એપ્રોચ કરવામાં આવ્યા છે. રાગિણી એમએમએસ 2 જેવી સુપર હિટ ફિલ્મ આપનાર સન્ની લિયોન જો હેટ સ્ટોરી 3નો ભાગ બને, તો ફિલ્મ અને સન્ની બંનેના ફૅન્સ ખુશ થઈ જાય.
કહે છે કે હેટ સ્ટોરી 3 માટે પહેલા એક્સપોઝ ફિલ્મની અભિનેત્રી સોનાલી રાઉતને એપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ પ્રકારની ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. એમ પણ જાણવા મળે છે કે સોનાલી બિગ બૉસ 8માં જવા માંગે છે અને એટલે જ તેમણે ફિલ્મની ઑફર નકારી છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હેટ સ્ટોરી
વિક્રમ ભટ્ટ નિર્મિત અને વિવેક અગ્નિહોત્રી નિર્મિત હેટ સ્ટોરી ફિલ્મ વર્ષ 2012માં આવી હતી.

પાઓલી ડૅમ
હેટ સ્ટોરીમાં પાઓલી ડૅમ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં પાઓલીએ ભરપૂર બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં કે જેના કારણે વિવાદ પણ થયો હતો.

હેટ સ્ટોરી 2
હેટ સ્ટોરીની સિક્વલ હેટ સ્ટોરી 2 આ જ વર્ષે રિલીઝ થઈ હતી કે જેના દિગ્દર્શક વિશાલ પંડ્યા હતાં.

સુરવીન ચાવલા
હેટ સ્ટોરી 2માં પાઓલીના સ્થાને સુરવીન ચાવલાને લેવામાં આવ્યા હતાં. ફિલ્મમાં સુરવીન અને જય ભાનુશાળીના અનેક ઇંટીમેટ સીન્સ હતાં.

સન્નીનો તડકો?
હવે વિક્રમ ભટ્ટ હેટ સ્ટોરી 3 બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને કહે છે કે તેમાં સન્ની લિયોનને લેવામાં આવી શકે છે.

પિંક લિપ્સ
સન્ની લિયોન હેટ સ્ટોરી 2ના આયટમ સૉંગ પિંક લિપ્સ...માં પોતાનો જલવો પાથરી ચુક્યા છે. એટલે હેટ સ્ટોરી 3માં તેમને લેવાવવાની શક્યતા વધુ છે.

બોલ્ડનેસ માટે જાણીતા
સન્ની લિયોનનુ ભૂતકાળ પોર્ન એક્ટ્રેસ તરીકેનુ છે અને તેઓ પોતાની બોલ્ડનેસ માટે જાણીતા છે.

રાગિણી એમએમએસ 2
સન્ની લિયોનની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ રાગિણી એમએમએસ 2 આ જ વર્ષે રિલીઝ થઈ હતી અને તેમાં પણ સન્નીએ અનેક બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં.

વ્યસ્ત અભિનેત્રી
બિગ બૉસ અને જિસ્મ 2 સાથે કૅરિયર શરૂ કરનાર સન્ની લિયોન હાલમાં વ્યસ્ત અભિનેત્રી છે. તેમની પાસે અનેક ફિલ્મો છે.

ચઢિયાતા સાબિત થશે?
હેટ સ્ટોરી 3માં જો સન્ની લિયોનને લેવામાં આવે, તો તેમની સામે હેટ સ્ટોરીના પાઓલી ડૅમ અને હેટ સ્ટોરી 2ના સુરવીન ચાવલા કરતા ચઢિયાતા સાબિત થવાનો પડકાર હશે.

આ પણ વાંચો
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
