For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સન્ની લિયોન સેક્સી અદાઓ છોડીને બનશે ક્લાસિકલ ડાન્સર!

|
Google Oneindia Gujarati News

સન્ની લિયોન બોલીવુડની એવી એક્ટ્રેસ છે જે પોતાની સેક્સી અદાઓ માટે જાણીતી છે. ત્યારે જો આપને એમ કહેવામાં આવે કે સન્ની હવે બેબી ડોલ નહીં રહે પણ હવે તે ક્લાસિકલ ડાન્સ કરશે. સ્વાભાવિક રીતે સન્ની લિયોનના અનેક ચાહકો આશ્ચર્યમાં મૂકાઇ જશે.

નોંધનીય છે કે રાગિની એમએમએસ - 2માં બેબી ડોલમાં પોતાનો સુપર સેક્સી ડાન્સ કર્યા બાદ સન્ની લિયોન હવે કન્ટેમ્પરરી અને ક્લાસિકલ ડાન્સ કરીને સૌના હોશ ઉડાવી દેવા માટે તૈયાર છે.

beimaan-love-sunny-0

જી હા, ભૂષણ કુમારની આગામી ફિલ્મ 'એક પહેલી - લીલા'માં સન્ની લિયોન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કોરિયોગ્રાફર અહેમદ ખાનને જ્યારે ખબર પડી કે નિર્દેશક સન્ની પાસે ક્લાસિકલ ડાન્સ કરાવવા માંગે છે ત્યારે અહેમદ ખાને નિર્દેશકને સરોજ ખાનના નામની ભલામણ કરી હતી.

જી હા, સન્ની લિયોનને ક્લાસિકલ ડાન્સ અન્ય કોઇ નહીં પણ સરોજ ખાને શીખવાડ્યો છે. અહેમદ ખાને સ્વયં સરોજ ખાન અંગે વાત કરી છે. આ ફિલ્મમાં એક ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે સઇયાં સુપર સ્ટાર..., આ ગીતમાં સન્ની કન્ટેમ્પરરી અને ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળશે. આ માટે સન્ની લિયોને એક ખાસ વર્કશોપ પણ કરી હતી.

આ અંગે સન્ની પણ ઘણા ઉત્સાહિત છે. સન્નીએ જણાવ્યું કે સઇયાં સુપરસ્ટારને ફિલ્માવવાનું ઘણું મજેદાર રહ્યું. તે મારે સૌથી શ્રેષ્ઠ ગીતોમાંથી એક હશે. તેમણે જણાવ્યું કે અહેમદ ખાન સાથે કામ કરવામાં હંમેશા આનંદ આવે છે, પણ સરોજ ખાન સાથે કન્ટેમ્પરરી અને ક્લાસિકલ ડાન્સ શીખવાની તક અનેરી હતી. આ ગીત ઘણું સુંદર અને ગ્રાન્ડ છે. આઈ ફિલ્મ 10 એપ્રિલ, 2015ના રોજ રજૂ થઇ રહી છે.

English summary
Sunny Leone will play classical dance in song Saiyaan Superstar in Ek Paheli Leela.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X