ક્વીન, ફૅશન, રામલીલા...! કરીનાએ ફિલ્મોને મારી ઠોકર કે નસીબને?

મુંબઈ, 11 જુલાઈ : કરીના કપૂર એમ તો બૉલીવુડમાં જાણીતુ નામ છે, પણ હાલમાં ચર્ચામાંથી ફેંકાઈ ગયું છે. બૉલીવુડ એક એવી દુનિયા છે કે જ્યાં તેની જ ચર્ચા થાય કે જેની ફિલ્મો ચાલતી હોય. એટલુ જ નહીં, બૉલીવુડ તો એટલુ ઉદાર છે કે જેની ફિલ્મો આવવાની હોય, તેની પણ ચર્ચા કરતુ હોય છે. પછી તે કરીનાના પિતરાઈ ભાઈ અને નવોદિત અભિનેતા અરમાન જૈન કેમ ન હોય, પણ જેની ફિલ્મો જ ન આવતી હોય, તેની ચર્ચા કોણ કરે.

કરીના કપૂરની છેલ્લી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં નવેમ્બર-2013માં આવી હતી. તે વખતે કરીના ચર્ચામાં આવ્યા હતાં, પરંતુ ફિલ્મ ફ્લૉપ થતા કરીનાના ચર્ચામાંથી ફેંકાઈ ગયા હતાં. જોકે કરીનાના બૉલીવુડ કૅરિયરને આવી એકાધ ફિલ્મી નિષ્ફળતાથી ઝાઝો ફેર નહોતો પડ્યો અને હવે કરીના કપૂર ફરીથી સિંઘમ રિટર્ન્સ ફિલ્મ માટે ચર્ચામાં પરત ફર્યાં છે કે જેમાં તેમના હીરો અજય દેવગણ છે.

કરીના કપૂર એમ તો સતત ફિલ્મોમાં ચમકતા જ રહે છે, પરંતુ તેમની છેલ્લી હિટ ફિલ્મની યાદીમાં ઘણા વખતથી કોઈ ફિલ્મ ઉમેરાઈ નથી. ખાસ તો લગ્ન બાદ તેમનું કૅરિયર સાવ ઉતાર પર રહ્યું છે, પરંતુ કરીના કપૂર એક વખતે સફળ ફિલ્મોની બાબતમાં ટોચની અભિનેત્રીઓમાં ગણાતા હતાં અને તેઓએ અમુક ભૂલો ન કરી હોત, તો આજે પણ તેઓ ટોચની અભિનેત્રી તરીકે જળવાઈ રહ્યા હોત.

આજે બૉલીવુડ ક્વીન ફિલ્મની સફળતા બદલ કંગના રાણાવતના વખાણ કરી રહ્યું છે, તો તે અગાઉ રામલીલા જેવી સફળ ફિલ્મ બદલ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે આજે સુપર કો-સ્ટાર બની ચુક્યાં છે અને ફૅશન ફિલ્મે પ્રિયંકા ચોપરાના કૅરિયરને ચાર ચાંદ લગાવી દીધા હતાં. આ એવી ફિલ્મો છે કે જે બૉલીવુડની સફળ ફિલ્મો ગણાય છે અને તેનાથી પણ વધુ મહત્વની બાબત છે કે આ તમામ ફિલ્મોની ઑફર સૌ પ્રથમ કરીના કપૂરને જ કરાઈ હતી, પરંતુ તેમણે આ તમામ ફિલ્મો ઠુકરાવી દીધી હતી.

ચાલો તસવીરો સાથે જોઇએ કરીના કપૂરે ઠુકરાવેલી 8 ફિલ્મો કે જે હિટ સાબિત થઈ :

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ હૃતિક રોશન અને અમીષા પટેલની ડેબ્યુ ફિલ્મ છે કે જે સુપરહિટ સાબિત થઈ હતી, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે અમીષા પહેલા આ ફિલ્મની ઑફર કરીના કપૂરને કરાઈ હતી, પરંતુ કરીનાએ શૂટિંગ શરૂ થતા પહેલા જ ફિલ્મ છોડી દીધી, કારણ કે ફિલ્મ મેલ-કૅરેક્ટર એટલે કે હૃતિક રોશન પર આધારિત હતી.

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ

સંજય લીલા ભાનુશાળી કરીના કપૂર સાથે હમ દિલ દે ચુકે સનમ બનાવવા માંગતા હતાં, પરંતુ કરીનાએ રિજેક્ટ કરી નાંખી અને આ ફિલ્મ ઐશ્વર્યા રાયના ખોળામાં પડી. ઐશે આ ફિલ્મ દ્વારા જ બૉલીવુડમાં પગ જમાવી લીધાં.

કલ હો ના હો

કલ હો ના હો

આ વધુ એક સુપરહિટ ફિલ્મ છે કે જે કરીનાએ ઠુકરાવી હતી. કરીનાએ કલ હો ના હો ઠુકરાવતાં કરણ જૌહર અને કરીના વચ્ચે દરાર પેદા થઈ ગઈ હતી. જોકે થોડાક સમય બાદ કરણના ચૅટ શોમાં કરણ-કરીના વચ્ચે પુલ બંધાઈ ગયુ હતું.

ફૅશન

ફૅશન

મધુર ભંડારકરની પહેલી પસંદગી ફૅશન માટે કરીના કપૂર જ હતાં, પરંતુ તેમનું ટાઇટ શિડ્યુઅલ તેમને આ સુપરહિટ ફિલ્મથી દૂર લઈ ગયું. પ્રિયંકા ચોપરાને આ ફિલ્મ બદલ નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો. જોકે પછી કરીનાએ મધુરની ફિલ્મ હીરોઇન તરત જ સ્વીકારી લીધી કે જે ઐશ્વર્યા રાયે રિજેક્ટ કરી હતી.

રામલીલા

રામલીલા

કરીનાએ સંજય લીલા ભાનુશાળી સાથે ફિલ્મ ન કરી બીજી વખત ભૂલ કરી. રામલીલા ફિલ્મ સૌપ્રથમ કરીનાને જ ઑફર કરાઈ હતી, પરંતુ કરીનાએ કોઇક કારણસર રામલીલા ઠુકરાવી અને તે દીપિકા પાદુકોણેની ઝોળીમાં પડી. કોણ નથી જાણતુ કે દીપિકા આજે આ ફિલ્મની જોરદાર સફળતાના પગલે બૉલીવુડના ક્વીન બની ગયાં છે.

પેજ 3

પેજ 3

કરીનાએ હમ દિલ દે ચુકે સનમ બાદ ફરી એક વાર મધુર ભંડારકરની હિટ ફિલ્મ પેજ 3 રિજેક્ટ કરી હતી કે જે પાછળથી કોંકણા સેન શર્માને મળી.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

વર્ષ 2013ની બ્લૉકબસ્ટર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ આપને શાહરુખ ખાન-કરીના કપૂરની જોડી જોવા મળી હોત, જો કરીનાએ આ ફિલ્મ ઠુકરાવી ન હોત તો, પણ નસીબ આગળ કોનુ ચાલે?

ક્વીન

ક્વીન

વર્ષ 2014ની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ ક્વીન છે અને તે બદલ કંગના રાણાવતના ચારેબાજુ વખાણ થઈ રહ્યાં છે, પરંતુ કંગના પહેલા આ ફિલ્મ કરીનાને ઑફર કરાઈ હતી કે જે તેમણે ઠુકરાવી દીધી હતી.

કરીનાના Oops Moments જોવા ક્લિક કરો

કરીનાના Oops Moments જોવા ક્લિક કરો

આવો ‘ભોગ' બનવા કોણ તૈયાર ન થાય? : જુઓ કરીનાના Oops Moments

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X