ફિલ્મો જ નહીં, આ અનમોલ ‘અમર પાત્રો’થી પણ હાથ ધોઈ બેઠા શાહરુખ...

મુંબઈ, 16 જુલાઈ : અમિતાભ બચ્ચન પછી શાહરુખ ખાન બૉલીવુડના કિંગ ગણાય છે. ફિલ્મ જગતના તમામ નિર્માતાઓ હિટ સ્ટાર શાહરુખને પોતાની ફિલ્મમાં હીરો બનાવવા માંગે છે. ફિલ્મી દુનિયાના સરતાજ શાહરુખે ઘણી બધી હિટ ફિલ્મો આપી રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અર્જિત કરી છે, પણ બીજા સિને-આર્ટિસ્ટોની જેમ જ શાહરુખે કેટલાક મહત્વના રોલને ઇનકાર કરવાની ભૂલ કરી. આવા રોલ શાહરુખની સફળતામાં ચાર ચાંદ લગાવી શક્યા હોત.

શાહરુખ ખાને રિજેક્ટ કરેલી ફિલ્મોની વાત કરીએ, તો પહેલુ નામ આવે છે કહો ના પ્યાર હૈ જેવી સુપરહિટ ફિલ્મનું કે જેના માટે પહેલી પસંદગી શાહરુખ ખાન હતાં. રાકેશ રોશને પહેલી પસંદગી શાહરુખ પર જ ઉતારી હતી. તેમના ઇનકાર બાદ રાકેશે પોતાના પુત્ર હૃતિક રોશનને આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં લૉન્ચ કર્યા હતાં. આ સાથે જ અમીષા પટેલનું બૉલીવુડ કૅરિયર પણ શરૂ થયુ હતું. કહો ના પ્યાર હૈ સુપરહિટ હુઈ અને હૃતિક-અમીષાની જોડી પણ હિટ થઈ ગઈ. જોકે આ ફિલ્મ માટે પહેલી પસંદગી અમીષા નહીં, પણ કરીના કપૂર હતાં.

શાહરુખે પોતાના કૅરિયર દરમિયાન કહો ના પ્યાર હૈ જેવી એક નહીં, પણ આઠ-આઠ ફિલ્મો ઠુકરાવી. શાહરુખ દ્વારા ઠુકરાવાયેલી ફિલ્મો માત્ર સુપરહિટ જ થઈ હોત, તો વાંધો નહોતો, પણ આ ફિલ્મોમાં કેટલાક એવા પાત્રો પણ હતા કે જે બૉલીવુડના ઇતિહાસમાં અમર થઈ ચુક્યાં છે. આ પાત્રો એવા છે કે જેમનું નામ લેતા જ ફિલ્મનું નામ સાંભરી આવે છે. તેમાં રણછોડદાસ ચાંચડ, મુન્નાભાઈ, અકબર, રોબોટ અને ભુવન જેવા પાત્રોનો સમાવેશ થાય છે.

ચાલો હાલ તો તસવીરો સાથે જોઇએ શાહરુખે ઠુકરાવેલી ફિલ્મો કે જે સુપરહિટ રહી :

રંગ દે બસંતી

રંગ દે બસંતી

રંગ દે બસંતી જેવી ક્લાસિક સુપરહિટ ફિલ્મ માટે પહેલા શાહરુખને ઑફર કરાઈ હતી. કિંગ ખાને રિજેક્ટ કરતાં આમિર ખાનની પસંદગી કરવામાં આવી હતી.

હે બૅબી

હે બૅબી

ફરદીન ખાન અને ઝાયેદ ખાન સાથે નિર્માતાની પહેલી પસંદ શાહરુખ ખાન હતાં, પરંતુ તેમના ઇનકાર બાદ અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી. જોકે શાહરુખે ફિલ્મમાં વિશેષ અતિથિ તરીકે દેખા જરૂર દીધી હતી.

થ્રી ઇડિયટ

થ્રી ઇડિયટ

આમિર ખાનની સૌથી સુપરહિટ ફિલ્મ થ્રી ઇડિયટ પણ શાહરુખે રિજેક્ટ કરી દીધી હતી.

જોધા અકબર

જોધા અકબર

નિર્માતા આશુતોષ ગોવારીકરની ઇચ્છા હતી કે અકબરનો રોલ શાહરખ કરે, પણ તેમના ઇનકાર બાદ આ રોલ હૃતિકની ઝોળીમાં પડ્યો.

કહો ના પ્યાર હૈ

કહો ના પ્યાર હૈ

રોમાંસથી ભરપૂર ફિલ્મ કહો ના પ્યાર હૈને જો શાહરુખે ઠુકરાવી ન હોત, તો કદાચ હૃતિકની ડેબ્યુ ફિલ્મ કોઇક બીજી જ હોત.

મુન્નાભાઈ એમબીબીએસ

મુન્નાભાઈ એમબીબીએસ

સંજય દત્તના કૅરિયરની સૌથી સફળ ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ શાહરુખને પહેલા ઑફર કરાઈ હતી. શાહરુખે ઇનકાર કરતાં ફિલ્મ સંજયને આપવામાં આવી કે જેનું મુન્નાભાઈ પાત્ર અમર બની ગયુ છે.

લગાન

લગાન

એકેડેમી ઍવૉર્ડ માટે નૉમિનેટ લગાન ફિલ્મને રિજેક્ટ કરીને શાહરુખે મોટી ભૂલ તો નહોતી કરી?

રોબોટ

રોબોટ

રજનીકાંતની સુપરહિટ ફિલ્મ રોબોટની પહેલી પસંદગી શાહરુખ જ હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X