PICS : ‘મર’ કર હિટ હોને વાલે કો શાહરુખ ખાન કહતે હૈં...
મુંબઈ, 30 જૂન : શાહરુખ ખાન. હિન્દી સિનેમાનુ તે નામ છે કે જેણે પોતાના બળે સફળતાની દાસ્તાન લખી છે અને બૉલીવુડમાં બાદશાહત સ્થાપિત કરી છે. પોતાના કેટલાક કઠણ નિર્ણયોના કારણે જ આજે શાહરુખ ખાન કિંગ ખાન છે. તેમની ફિલ્મોમાં ભજવાયેલ કેટલાક પાત્રો એવા છે કે જે ભારતીય સિનેમાના અમર ચરિત્ર બની ચુક્યાં છે. મતલબ એ કે શાહરુખે તેવા પાત્રોમાં પોતાના સચોટ અભિનય દ્વારા એવા રંગો ભર્યા છે કે જે કોઈ બીજો ન ભરી શકે.
અમે અમર ચરિત્ર એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે તે ફિલ્મોમાં કિંગ ખાને પડદા ઉપર મરવુ પડ્યું, પણ તેમનુ મોત પણ દર્શકોના દિલોમાં જગ્યા બનાવી ગયું. બાઝીગર, અંજામ, ડર એવી ફિલ્મો છે કે જેમાં કિંગ ખાને નેગેટિવ રોલ કર્યા અને કેટલીક ફિલ્મોમાં તેમણે દમ તોડ્યો, પણ દર્શકોએ તેમને દિલથી જોડી લીધો.
શાહરુખ ખાનને આજે બૉલીવુડમાં આવ્યે 22 વર્ષ થઈ ચુક્યા છે. આજે પણ તેમના અભિનયમાં તે જ જાદુ છે કે જે 22 વર્ષ પહેલા આવેલી તેમની ફિલ્મ દીવાનામાં હતુ. આજે પણ તેઓ જ્યારે સ્મિત ફરકાવે છે, ત્યારે યુવાન છોકરીઓના દિલ ડોલી જાય છે. ઉંમરમાં ભલે શાહરુખના જીવનમાં વધારો થયો હો, પણ તેમના પ્રત્યે લોકોની દીવાનગી ઓછી થવાનુ નામ નથી લેતી.
આવો જોઇએ શાહરુખ ખાનની તેવી ફિલ્મો કે જેમાં તેમણે મરવુ પડ્યું, પણ દર્શકોના દિલના રાજા બની ગયા :

બાઝીગર
શાહરુખે પહેલી વાર બાઝીગર ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો. ફિલ્મના અંતે તેમણે મરવુ પડ્યુ હતું. અબ્બાસ-મસ્તાન દિગ્દર્શિત આ ફિલ્મ ગોલ્ડન જ્યુબિલી હતી કે જેણે શાહરુખને રાતો-રાત સ્ટાર બનાવી દીધી હતી.

કરણ-અર્જુન
રાકેશ રોશન દિગ્દર્શિત કરણ-અર્જુન ફિલ્મમાં શાહરુખ મરી જાય છે. આ ફિલ્મમાં શાહરુખ અને સલમાન બંને ડબલ રોલમાં હતાં.

ડર
યશ ચોપરાની ક્લાસિક ફિલ્મ ડરમાં પણ શાહરુખ અંતે મરી જાય છે. ફિલ્મ બહુ મોટી હિટ હતી. ફિલ્મમાં કિંગ ખાને એક પાગલ આશિકનો રોલ કર્યો હતો.

ઓમ શાંતિ ઓમ
ફરાહ ખાનની આ હિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં પણ શાહરુખે મરવુ પડ્યુ હતું. ફિલ્મમાં તેમનો ડબલ રોલ હતો.

કલ હો ના હો
કરણ જૌહરની બ્લૉક બસ્ટર ફિલ્મ કલ હો ના હોમાં કિંગ ખાનને કૅંસર હોય છે અને અંતે તેઓ મરી જાય છે.

દેવદાસ
સંજય લીલા ભાનુશાળીની મોટી હિટ ફિલ્મ દેવદાસમાં પણ કિંગ ખાન અંતે મરી જાય છે. ફિલ્મમાં તેઓ એક આશિકના રોલમાં હતાં.

રા.વન
શાહરુખ ખાનની આ ચર્ચિત ફિલ્મમાં પણ શાહરુખ મરી જાય છે. આ ફિલ્મમાં તેઓ ડબલ રોલમાં હતાં.












Click it and Unblock the Notifications
