સંજય દત્તને ઝટકો, સુપ્રીમ કોર્ટે નકારી ક્યૂરિટીવ યાચિકા
મુંબઇ, 23 જુલાઇ: સુપ્રીમ કોર્ટે મંગળવારે અભિનેતા સંજય દત્તની સજાને માફ કરવાની ક્યૂરિટીવ અરજી નકારી કાઢી છે. આર્મ્સ એક્ટ હેઠળ દોષી ગણવામાં આવેલા સંજય દત્ત પાસે જેલમાંથી બહાર નિકાળવાનો આ છેલ્લો રસ્તો બચ્યો હતો. સંજય દત્ત 1993ના મુંબઇ બ્લાસ્ટમાં આર્મ્સ એક્ટ હેઠળ દોષી છે અને તેમને જેલમાં હજુ સુધી ત્રણની સજા કાપવાની છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે સંજય દત્તની સજા છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી દિધી હતી, જેમાં તેમને દોઢ વર્ષ પહેલાં જ જેલમાં ગુજાર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સંજય દત્તની સજા માફ કરવાની રિવ્યૂ પિટીશન નકારી કાઢી છે. ક્યૂરિટીવ અરજીમાં સંજય દત્તને જેલમાં પોતાના સારા વ્યવહાર અને ચાલચલગતનો હવાલો આપતાં સજા માફ કરવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
