શુદ્ધ દેસી રોમાંસ કરશે સુશાંત-પરિણીતી!
મુંબઈ, 17 જૂન : સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં શુદ્ધ દેસી રોમાંસ કરતાં નજરે પડશે. નહિં સમજ્યાં? અરે ભાઈ ફિલ્મનું નામ જ છે શુદ્ધ દેસી રોમાંસ. મનીષ શર્મા આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનાં છે.

વાયઆરએફ દ્વારા કરાયેલ એક નિવેદન મુજબ શુદ્ધ દેસી રોમાંસ તાજી અને ખૂબ જ વાસ્તવિક પ્રણય-કથા હશે કે જેમાં પ્રેમ, આકર્ષણ તથા કમિટમેંટ વચ્ચેની ભયાનક સુરંગ વિશે વર્ણન કરવામાં આવશે.
ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરી દેવાયું છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા આજના દેસી હૃદય ક્ષેત્રમાં સ્પર્શી જાય તેવા લુકમાં છે. ફિલ્મમાં ઋષિ કપૂર તેમજ નવોદિત વાણી કપૂર પણ છે.
જદીપ સાહની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે. આદિત્ય ચોપરા નિર્મિત શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ આગામી 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું સંગીત સચિન-જિગર તૈયાર કરી રહ્યાં છે, જ્યારે ગીતો જયદીપ સાહની લખે છે.












Click it and Unblock the Notifications
