For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નજીકના દોસ્ત સંદીપ સિંહે કર્યા સનસનીખેજ ખુલાસા

અભિનેતા સુશાંતના નજીકના દોસ્ત સંદીપ સિંહે હાલમાં જ આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં અમુક સનસનીખેજ ખુલાસા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેમના પિતા કે કે સિંહે ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે પટનાના રાજીવ નગર પોલિસ સ્ટેશનમાં એફઆઈઆ નોંધાવી છે. તેમણે આ લોકો પર આરોપ લગાવ્યો છે કે તેમણે સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવ્યો. પિતાની એફઆઈઆર બાદ હવે આ સમગ્ર મામલે નવો વળાંક આવી ગયો છે. આ દરમિયાન ફિલ્મ અભિનેતા સુશાંતના નજીકના દોસ્ત સંદીપ સિંહે હાલમાં જ આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં અમુક સનસનીખેજ ખુલાસા કર્યા છે.

અંકિતા લોખંડે સત્યનો ખુલાસો કરી શકે છે

અંકિતા લોખંડે સત્યનો ખુલાસો કરી શકે છે

ઈન્ટરવ્યુમાં સંદીપ સિંહે કહ્યુ કે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે જેનુ સુશાંત સાથે ચાર વર્ષ પહેલા બ્રેકઅપ થઈ ગયુ હતુ તે આ મામલે સત્યનો ખુલાસો કરી શકે છે. રિયા વિષે વાત કરતા સંદીપે કહ્યુ કે હું તેના વિશે વધુ નથી જાણતો માટે તેના વિશે કંઈ ન કહી શકુ. એટલુ જ નહિ સંદીપે કહ્યુ કે સુશાંત એવો વ્યક્તિ નહોતો જે આત્મહત્યા કરે. મુંબઈ પોલિસ વિશે બોલતા સંદીપે કહ્યુ કે જો કે મે આ મામલે અમુક માહિતી પોલિસને આપી છે પરંતુ હજુ મારુ નિવેદન અધિકૃત રીતે નોંધવામાં આવ્યુ નથી.

મને દિશાના મોત પર પણ વિશ્વાસ નહોતો

મને દિશાના મોત પર પણ વિશ્વાસ નહોતો

સંદીપે કહ્યુ કે જ્યારે મે સુશાંતના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે હું ચોંકી ગયો. મે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાંના મૃત્યુ બાદ પણ પૂછવાની કોશિશ કરી હતી, એ વખતે પણ મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે દિશાએ બિલ્ડિંગના 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. હું આ વાત પર વિશ્વાસ નહોતો કરી શકતો કે તેણે આત્મહત્યા કરી લીધી કારણકે તે ઘણી ખુશ રહેનાર છોકરી હતી.

કેસ ટ્રાન્સફર કરવાની અરજી

કેસ ટ્રાન્સફર કરવાની અરજી

આ દરમિયાન રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે મારી ક્લાયન્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને પટનામાં નોંધાયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી છે કારણકે અહીં પહેલેથી જ આ કેસની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે સુશાંત કેસની સતત સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. સુશાંતના પરિવારજન અને ફેન્સ સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે પરંતુ એક વાર ફરીથી મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં નહિ આવે. બુધવારની સાંજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મીડિયાને જણાવ્યુ કે અભિનેતા કેસની તપાસ મુંબઈ પોલિસ કરી રહી છે. આને સીબીઆઈને સોંપવામાં નહિ આવે.

સીબીઆઈને ટ્રાન્સફર નહિ થાય કેસ

સીબીઆઈને ટ્રાન્સફર નહિ થાય કેસ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના આ નિવેદનથી એક વાર ફરીથી સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અને તેમના ફેન્સમાં નિરાશા ફેલ ગઈ છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પર રોષ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે 14 જૂન, 2020એ સુશાંત સિંહ રાજપૂત મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા. મુંબઈ પોલિસે પોતાની પ્રારંભિક તપાસમાં અભિનેતાની મોતને આત્મહત્યા ગણાવી છે. આ કેસમાં પોલિસ અત્યાર સુધી 40થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

વકીલનો ખુલાસોઃ સુશાંતના પરિવારે ફેબ્રુઆરીમાં જ રિયા સામે કરી હતી ફરિયાદવકીલનો ખુલાસોઃ સુશાંતના પરિવારે ફેબ્રુઆરીમાં જ રિયા સામે કરી હતી ફરિયાદ

English summary
Sushant Singh close friend Sandip Singh makes sensational revelation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X