સુશાંત સિંહના દોસ્તનો દાવો - મને ખબર છે કોણે રચ્યુ ષડયંત્ર, સુરક્ષા મળી તો બધાને કરીશ બેનકાબ
સુશાંત સિંહના એક દોસ્ત ગણેશ હીવરકરે અભિનેતાના મોત વિશે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે.
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનના બે મહિના વીતી ચૂક્યા છે પરંતુ હજુ પણ તેમના મોતનુ કારણ રહસ્ય બનેલુ છે. આ દરમિયાન સુશાંત સિંહના એક દોસ્ત ગણેશ હીવરકરે અભિનેતાના મોત વિશે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે ત્યારબાદ તે સમાચારોમાં છવાઈ ગયા છે. ગણેશ હીવરકરના જણાવ્યા મુજબ તેમને આ કેસ સાથે જોડાયેલી અમુક એવી વાતો ખબર છે જેનો ખુલાસો થઈ ગયો તો ઘણા બધા લોકો બેનકાબ થઈ જશે. જો કે સુશાંતના દોસ્તે પોતાની સુરક્ષાની ચિંતા કરીને નામોનો ખુલાસો કરતા પહેલા સુરક્ષાની માગં કરી છે.

સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ તેમના ઘરમાં એક પાર્ટીનો ઉલ્લેખ હમણા હમણાં ઘણા લોકોએ કર્યો. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નારાયણ રાણેએ પણ દાવો કરીને કહ્યુ હતુ કે સુશાંતના મોતની એક રાત પહેલા તેમના ઘરમાં એક પાર્ટી કરવામાં આવી હતી જેમાં ઘણી બૉલિવુડ અને રાજકીય હસ્તીઓ શામેલ થઈ હતી. હવે સુશાંત સિહંના દોસ્ત ગણેશ હીવરકરે પણ એ પાર્ટીનો ઉલ્લેખ કરીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પાર્ટી વિશે ઘણુ જાણતા હતા સુશાંત
ગણેશ હીવરકરે કહ્યુ, ગઈ 13 જૂને એક મોટી પાર્ટી થઈ હતી જેમાં ઘણી નામી હસ્તીઓ શામેલ થઈ હતી. હીવરકરના જણાવ્યા મુજબ એ પાર્ટીમાં ઘણુ એવુ થયુ હતુ જેના વિશે સુશાંત સિંહ રાજપૂત ઘણુ બધુ જાણતા હતા. આ પાર્ટી સાથે જોડાયેલા લોકોમાંથી ગણેશે એક વ્યક્તિનુ નામ સંદીપ જણાવ્યુ છે. ગણેશે કહ્યુ કે સંદીપ પણ આ પાર્ટી વિશે ઘણુ જાણે છે. જો કે સુશાંતના દોસ્તે શરૂઆથના દિવસોમાં અભિનેતાના મોતના સમાચાર મોડેથી મળ્યાની વાત કહી હતી.

દિશા સાલિયાનની મોતના પણ રાઝદાર
ગણેશ હીવરકરે સુશાંતની મેનેજર દિશા સાલિયાનની મોત વિશે પણ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યુ કે તે દિશાની મોત વિશે પણ ઘણા રાઝ જાણે છે. આની માહિતી લોકોને પહેલા જ થઈ ચૂકી હતી. વળી, ગણેશે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની વાત ખોટી છે, તે સુસાઈડ ન કરી શકે. ગણેશે દાવો કર્યો છે કે તેમને ખબર છે કે સુશાંત સાથે કોણે ષડયંત્ર રચ્યુ અને તે એ બધા લોકોના નામ જાણે છે.

મુંબઈ પોલિસ પાસે માંગી સુરક્ષા
આ ખુલાસા બાદ ગણેશ હીવરકરે પોતાના માટે મુંબઈ પોલિસ પાસે સુરક્ષાની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના મોતના થોડા દિવસ બાદ જ પાર્ટીની વાત સામે આવી હતી. આ પાર્ટી વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ છે. વળી, સુશાંતના પરિવારનો આરોપ છે કે અભિનેતાના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ગાયબ છે. રૂપિયાને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સૂત્રોની માનીએ તો તપાસ એજન્સીઓએ પણ આ બાબતે તપાસ ઝડપી કરી દીધી છે.












Click it and Unblock the Notifications
