દાવોઃ નિધન પહેલા સુશાંત સિંહની આ વ્યક્તિ સાથે થઈ હતી ચર્ચા
પેરાનૉર્મલ એક્સપર્ટ સ્ટીવ હફનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે સુશાંત સિંહની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો હતો.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમની આત્મહત્યા એક રહસ્ય બની ગઈ છે. કેસની તપાસ કરી રહેલ મુંબઈ પોલિસ 35થી વધુ લોકોના નિવેદન નોંધી ચૂકી છે પરંતુ તેમને અભિનેતાની સુસાઈડનો મુખ્ય હેતુ નથી મળી રહ્યો. આ તરફ સુશાંતના દુનિયાને અલવિદા કહ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર બૉલિવુડમાં નેપોટિઝમ અને જૂથબાજીને તેમની આત્મહત્યાનુ કારણ ગણાવવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન પેરાનૉર્મલ એક્સપર્ટ સ્ટીવ હફનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે સુશાંત સિંહની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો હતો. હવે સ્ટીવ હફે પોતાના આ સેશનનો બીજો વીડિયો પોસ્ટ કર્યો છે.

સુશાંત સિંહની આત્મહત્યા બની રહસ્ય
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ની સવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના નિધનને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમનુ મોત હજુ પણ રહસ્ય જ બની રહ્યુ છે. અભિનેત્રી કંગના રનોત સહિત ઘણા બૉલિવુડ સલિબ્રિટી પણ નેપોટિઝમ અને બોલૉવુડમાં થઈ રહેલ જૂથબાજી સામે ખુલીને બોલી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના ફેન્સ પણ સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

પેરાનૉર્મલ એક્સપર્ટે કર્યો સુશાંત સાથે વાત કરવાનો દાવો
બીજી તરફ પેરાનૉર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે દાવો કર્યો છે કે સુશાંતના ફેન્સ મેસેજ અને ઈમેલ દ્વારા તેમની મદદ માંગી રહ્યા હતા એટલા માટે તેમણે અભિનેતાની આત્મા સાથે વાત કરી. સ્ટીવ એક મશીન દ્વારા આત્માઓનો સંપર્ક કરવાનો દાવો કરે છે. સ્ટીવે પોતાના પહેલા વીડિયોમાં કહ્યુ હતુ કે સુશાંતની આત્માને તેમણે ઘણા સવાલ પૂછ્યા છે. તેમનુ કહેવુ છે કે તે જ્યારે સવાલ પૂછે છે ત્યારે તેનો જવાબ મશીનની અંદરથી આવે છે.

નિધન પહલા થયો હતો વાદવિવાદ
સ્ટીવ પૂછે છે કે તમારી મોત પહેલા શું થયુ હતુ? આના જવાબમાં મશીનમાંથી અવાજ આવે છે કે 'એક વ્યક્તિ સાથે વાદવિવાદ થયો હતો.' સ્ટીવનુ કહેવુ છે કે સુશાંત એકલા નથી તેમની સાથે એક બીજા વ્યક્તિની આત્મા છે. વીડિયોમાં સ્ટીવ પૂછે છે કે શું તમે કોઈએ તમારી હત્યા કરી છે? આના પર ડિવાઈસમાંથી જવાબ આવે છે કે 'તે કિલ ખરીદીને લાવ્યા હતા.' એટલુ જ નહિ સ્ટીવે પોતાના વીડિયોમાં દાવો કર્યો છે કે સુશાંત જ્યાં છે બહુ સારા છે અને તેમની પાસે એન્જલની જેમ પાંખો પણ છે.

'હવે બધુ ખતમ થી ચૂક્યુ છે'
એટલુ જ નહિ, સ્ટીવે સુશાંત સિંહની આત્મા સાથે ઘણી વાર સુધી વાત કરવાનો દાવો કર્યો છે તેમનુ કહેવુ છે કે સુશાંત સિંહની આત્માએ દલીલો બાદ શું થયુ તેની પણ માહિતી આપી છે. સ્ટીવ હફ કહે છે કે તમે કહ્યુ કે કોઈની સાથે ચર્ચા થઈ તો પછી શું થયુ? મશીનમાંથી જવાબ આવે છે કે હવે બધુ ખતમ થઈ ચૂક્યુ છે. સ્ટીવે આગળ કહ્યુ, 'મારા પહેલાના વીડિયોને તમારા લાખો ફેન્સે જોયો, તે બધા સાંભળવા ઈચ્છે છે. આના પર મશીનમાંથી જવાબ આવે છે કે હું માત્ર તમારી સાથે વાત કરવા ઈચ્છુ છુ.'

13 જુલાઈએ કર્યુ હતુ પહેલુ સેશન
તમને જણાવી દઈએ કે સ્ટીવે સુશાંત સિંહ રાજપૂતની આત્મા સાથે વાતનુ પહેલુ સેશન 13 જુલાઈએ કર્યુ હતુ. જેનો વીડિયો પણ તેમણે યુટ્યુબ પર શેર કર્યો હતો. આ સેશનમાં તેમણે પૂછ્યુ હતુ કે, 'સુશાંત શું તમને યાદ છે કે તમારુ મોત કેવી રીતે થયુ?' સ્ટીવનુ આટલુ બોલતા જ મશીનમાંથી અંગ્રેજીમાં જવાબ આવે છે કે 'અહીં રોશની છે સ્ટીવ, તેમને કહો કે મને રોશની મળી ગઈ છે હવે આ રોશની ધીમી થઈ રહી છે.' આ દરમિયાન મશીનમાંથી સતત અવાજો આવતા રહે છે.

માઈકલ જેક્શનની આત્મા સાથે કરી ચૂક્યા છે વાત
તમને જણાવી દઈએ કે સ્ટીવ છેલ્લા 10 વર્ષોથી પેરોનૉર્મલ એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે અને ઘણી આત્માઓ સાથે વાત કરવાનો દાવો પણ કરે છે. સ્ટીવના જણાવ્યા મુજબ આના માટે તેમણે એક મશીનનુ પણ નિર્માણ કર્યુ છે જેમાં તે જેની આત્મા સાથે વાત કરવા ઈચ્છે કરી શકે છે. તમને જણાવી દઈએ કે સ્ટીવ, પેટ્રિક સ્વેજ અને માઈકલ જેક્શનની આત્માઓ સાથે પણ આવુ જ સેશન કરી ચૂક્યા છે. સ્ટીવના સુશાંત સિંહની આત્મા સાથે વાત કરવાના દાવા વિશે તેમના વીડિયોમાં ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.












Click it and Unblock the Notifications
