સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી
બિહાર સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસની માંગનો સ્વીકાર કરી લીધો છે.
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી હતી. સુશાંતના પિતા કે કે સિંહે ખુદ બિહાહના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ બિહાર સરકારે તેમની આ માંગનો સ્વીકાર કરીને કેન્દ્ર સરકારને આ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. બિહાર સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ માંગનો સ્વીકાર કરી લીધો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ વિશે માહિતી આપી છે કે સુશાંત સિંહની મોત કેસમાં તપાસ સીબીઆઈને આપી દેવામાં આવી છે.

આ અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સુશાંતના મોત કેસમાં સત્ય સામે જરૂર આવવુ જોઈએ. આ સાથ જ કોર્ટે મહારાષ્ટ્રમાં બિહાર પોલિસના અધિકારીને ક્વૉરંટાઈન કરવા પર પણ આકરી ટિપ્પણી કરી. કોર્ટે કહ્યુ કે મુંબઈ પોલિસની કાર્યશૈલી સારી છે પરંતુ જે રીતે બિહાર પોલિસ અધિકારીને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા તેનાથી સારે સંદેશ નથી ગયો. વળી, મહારાષ્ટ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે પટના પોલિસને આ કેસમાં ના તો એફઆઈઆર નોધવાનો અધિકાર છે અને ના આ કેસની તપાસનો અધિકાર છે, આવુ માત્ર આ મામલે રાજનીતિ કરવા માટે કરવામાં આવ્યુ છે. વળી, સુશાંતના પિતા તરફથી કોર્ટમાં હાજર થયેલા વકીલે કહ્યુ કે મહારાષ્ટ્ર પોલિસ પુરાવા નષ્ટ કરી રહી છે.












Click it and Unblock the Notifications
