સુશાંત કેસમાં CBIને મળ્યા પુરાવા, સિદ્ધાર્થ પિઠાની-દીપેશ સાવંત બનશે સરકારી સાક્ષી

એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે દીપેશ સાવંત અને પિઠાની સરકારી સાક્ષી બની શકે છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈની તપાસ ચાલુ છે. સાત દિવસથી સીબીઆઈ સતત સુશાંતના ઘરમાં હાજર બધા લોકોની પૂછપરછ કરી રહી છે. રિયા ચક્રવર્તીને બીજી વાર સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવી. આ કેસમાં સૌથી મહત્વના સાક્ષી જણાવવામાં આવી રહ્યા છે. સિદ્ધાર્થ પિઠાની, સેમ્યુઅલ મિરાંડા, દીપેશ સાવંત, નીરજ સિંહ અને કેશવ. સીબીઆઈ આ બધા સાથે અને સામે જ બાકીના લોકોની પૂછપરછ કરી રહી છે. જો કે સીબીઆઈએ હજુ સુધી આ આખા કેસમાં પોતાની તપાસ માટે કોઈ અધિકૃત માહિતી આપી નથી. પરંતુ આ સમગ્ર કેસ વિશે એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે દીપેશ સાવંત અને પિઠાની સરકારી સાક્ષી બની શકે છે.

સરકારી સાક્ષી બનશે સિદ્ધાર્થ પિઠાની અને દીપેશ સાવંત

સરકારી સાક્ષી બનશે સિદ્ધાર્થ પિઠાની અને દીપેશ સાવંત

તમને જણાવી દઈએ કે આ કેસ પહેલા મુંબઈ પોલિસ પાસે હતા. પોલિસે આ અંગે 56 લોકોના નિવેદન નોંધ્યા છે. સીબીઆઈ આ કેસમાં મુંબઈ પોલિસની તપાસને પણ જોઈ રહીછે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંતન સહાયક દીપેશ સાવંત અને દોસ્ત સિદ્ધાર્થ પિઠાની સરકારી સાક્ષી બની શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે શુક્રવારે સીબીઆઈની એક ટીમ દીપેશ અને સિદ્ધાર્થને મુંબઈ સ્થિત સીબીઆઈ મુખ્યાલય લઈ ગઈ.

પિઠાનીએ સીબીઆઈ સામે કર્યા ઘણા ખુલાસા

પિઠાનીએ સીબીઆઈ સામે કર્યા ઘણા ખુલાસા

મીડિયા રિપોર્ટ્સ મુજબ સાક્ષી બનવાની કાર્યવાહી કરવા માટે સીબીઆઈ મુખ્યાલય દીપેશ અને સિદ્ધાર્થ પિઠાનીને લઈ જવામાં આવ્યા. દીપેશ અને પિઠાનીએ ખુદ સીબીઆઈને સાક્ષી બનવા માટે ભલામણ કરી છે. પૂછપરછમાં પિઠાનીએ જણાવ્યુ છે કે 8 જૂને રિયા અને સુશાંત વચ્ચે ઝઘડો થયો. જતા પહેલા રિયાએ આઈટી પ્રોફેશનને બોલાવીને આઠ હાર્ડ ડિસ્કને નષ્ટ કરાવી હતી. આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પણ ત્યાં હાજર હતા.

રિયા ચક્રવર્તીની 10 કલાક પૂછપરછ

રિયા ચક્રવર્તીની 10 કલાક પૂછપરછ

રિપોર્ટ્સ એ પણ જણાવે છે કે એસપી નૂપુર પ્રસાદ અને અનિલ યાદવે રિયા ચક્રવર્તીને ઘણા મુુશ્કેલ સવાલ કર્યા છે. જેનો જવાબ રિયા આપવામાં નિષ્ફળ રહી છે. શોવિક ચક્રવર્તીની અલગથી સીબીઆઈએ પૂછપરછ કરી છે. શુક્રવારે થયેલી પૂછપરછમાં રિયા ચક્રવર્તીને 10 મોટા સવાલ કરવામાં આવ્યા. સાથે જ સેમ્યુઅલ મિરાંડા અને રિયા ચક્રવર્તીને સામસામે બેસાડીને પણ સવાલ કરવામાં આવ્યા. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે રિયા સવાલોના જવાબ આપી શકી નથી. રિયા પર માત્ર સીબીઆઈની તલવાર જ નથી લટકતી પરંતુ મની લોંડ્રિંગ એંગલ સાથે ડ્રગ્ઝ એંગલને પરખવા માટે આમાં હવે નાર્કોટિક્સ પણ શામેલ થઈ ગયુ છે. રિયાએ આ બધાને જવાબ આપવા પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X