Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કો-સ્ટાર સાથે અયોગ્ય હરકતના આરોપો પર સુશાંતે શેર કર્યા વાતચીતના સ્ક્રીનશૉટ

સુશાંત સિંહ રાજપૂતે કો-સ્ટાર સંજના સાંઘી સાથે છેડતીના સમાચારો પર સ્પષ્ટતા આપી છે.

સુશાંત સિંહ રાજપૂતે કો-સ્ટાર સંજના સાંઘી સાથે છેડતીના સમાચારો પર સ્પષ્ટતા આપી છે. સુશાંતે સંજના સાથે પોતાન વાતચીતના સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યુ કે હકીકત સામે લાવવા માટે તે આ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત અને સંજના ફિલ્મ 'કિજી ઓર મેની' માં સાથે કામ કરી રહ્યા છે. સંજના આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે, સુશાંત પર સંજના સાથે ગેરવર્તણૂકના આરોપ લાગ્યા છે.

સુશાંતે શેર કર્યા સ્ક્રીનશૉટ

મીડિયામાં સમાચારો આવ્યા હતા કે સુશાંત સેટ પર સંજના સાથે કંઈક વધુ ક્લોઝ થતો જઈ રહ્યો હતો અને તેના પર કોમેન્ટ પાસ કરી રહ્યા હતા. સંજનાએ આ અંગે ડાયરેક્ટર મુકેશ છાબડાને ફરિયાદ કરી પરંતુ તેમણે પણ આ તરફ ધ્યાન આપ્યુ નહિ. આ અંગે સોશિયલ મીડિયા પર સુશાંતનું નામ આવ્યુ તો તેમણે આના પર સ્પષ્ટતા આપતા સ્ક્રીનશૉટ શેર કર્યા. જેમાં તેમની અને સંજનાની વાતચીત છે.

મુકેશ છાબડે પણ કર્યો સપોર્ટ

મુકેશ છાબડે પણ કર્યો સપોર્ટ

સુશાંતે ટ્વિટર પર સંજના સાથે પોતાની ચેટના સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યુ છે કે પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન કોઈન સાથે શેર નથી કરવા ઈચ્છતા પરંતુ તેમની પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. ફિલ્મના નિર્દેશક મુકેશ છાબડા પણ સુશાંતના સપોર્ટમાં આવ્યા છે. તેમણે સુશાંતના ટ્વિટનો જવાબ આપતા કહ્યુ છે કે આવી કોઈ ઘટના સેટ પર નથી થઈ.

ઓગસ્ટનો છે આ મામલો

ઓગસ્ટનો છે આ મામલો

સુશાંત અને સંજના ‘કિજી ઓર મેની' નું શૂટિંગ કરી રહ્યા છે. ઓગસ્ટમાં આ પ્રકારના સમાચાર આવ્યા હતા કે સુશાંતના વર્તનથી સંજના એટલી અસહજ થઈ ગઈ કે ફિલ્મનું શૂટિંગ રોકવુ પડ્યુ. સંજનાએ પોતાના પિતાને આ વાત જણાવી. તેમણે ડાયરેક્ટર સામે આ વાત કહી તો તેમણે તેને હસી મજાકમાં ઉડાવી દીધી. હવે મી ટુ કેમ્પેઈન દરમિયાન સુશાંતનું નામ સામે આવ્યુ તો તેમણે સ્પષ્ટતા આપી. જો કે આ વિશે સંજના તરફથી કંઈ પણ કહેવામાં આવ્યુ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X