• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંતની પાર્ટીમાં મોંઘી અને ઈમ્પોર્ટેડ ચરસ પણ રહેતીઃ એક્ટરના પૂર્વ બૉડીગાર્ડનો દાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સીબીઆઈની એન્ટ્રી બાદ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં ડ્રગ્સ એન્ગલ આવવાથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ હરકતમાં આવી ગઈ છે. ઈડીની ચિઠ્ઠી બાદ બુધવારે એનસીબીએ રિયા ચક્રવર્તી, શોવિક જયા શાહ, શ્રુતિ મોદી સહિત કેટલાય અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધી લીધો છો. આ દરમિયાન ડ્રગ્સ એંગલને લઈ સુશાંત સિંહના પૂર્વ બૉડીગાર્ડે મોટો ખુલાસો કર્યો છે. શખ્સનું કહેવું છે કે સુશાંતના ઘરે ધુમધામથી પાર્ટીઓ થતી હતી અને તેમાં ચરસ- ગાંજા પણ પિપળાવવામાં આવતા હતા.

સુશાંત સિંહના પૂર્વ બૉડીગાર્ડનો ખુલાસો

સુશાંત સિંહના પૂર્વ બૉડીગાર્ડનો ખુલાસો

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ સુશાં સિંહ રાજપૂતના પૂર્વ બૉડીગાર્ડે એક સ્ટિંગ ઓપરેશનમાં કેટલાય મોટા ખુલાસા કર્યા છે. દિવંગત એક્ટરના બૉડીગાર્ડ મુશ્કાતે જણાવ્યું કે તેણે બૉલીવુડ એક્ટર સાથે આવતા જતા કેટલીયવાર પાર્ટીઓમાં અને પોતાની કારમાં સફર દરમિયાન મોંઘી અને ઈમ્પોર્ટેડ ચરસ લેતાં જોયો છે. મુશ્તાકે જણાવ્યું કે તે નવ મહિના સુધી એક્ટરના બૉડીગાર્ડ રહ્યા હતા, તેમણે પાછલા વર્ષે ફેબ્રુઆરી 2019માં નોકરી છોડી દીધી હતી.

મુશ્તાકે ચરસના પરિણામને લઈ ચેતવ્યો

મુશ્તાકે ચરસના પરિણામને લઈ ચેતવ્યો

જણાવી દઈએ કે પૂછપરછમાં સુશાંત સિંહ રાજપૂતના હાઉસકીપર નીરજે પણ પોલીસને જણાવ્યું હતું કે નિધનના થોડા દિવસ પહેલા તેણે એક્ટર માટે મારિજુઆના સિગારેટ રોલ કર્યા હતા. હાલમાં રિયા ચક્રવર્તી અને મેનેજર વચ્ચે કથિત ચેટમાં પણ સુશાંતને આવા જ કોઈ નશીલા પદાર્થની લત હોવાની વાત કહેવામાં આવી છે. મુશ્તાકે પણ પોતાના નિવેદનમાં સુશાંત સિંહ રાજપૂત ચરસ અને ગાંજા વગેરેનો બંધાણી હોવા તરફ ઈશારો કર્યો છે.

પાર્ટીઓમાં ચરસ લેવાતું હતું

પાર્ટીઓમાં ચરસ લેવાતું હતું

મુશ્તાકે કહ્યું, 'ઘરમાં કેટલીય પારટીઓ દરમિયાન ચરસ અથવા ગાંજો લેતો હતો. રૂમમાં સૌકોઈ એવું હતું જે નશીલા પદાર્થ લેતા હતા, મેં સાંભળ્યું કે તે બહુ મોંઘું હતું.' મુશ્તાકે દાવો કર્યો કે તેણે એક્ટરના મેનેજરને ચરસ-ગાંજાના ખરાબ પ્રભાવને લઈ ચેતવ્યા પણ હતા. મુશ્તાકે કહ્યુંકે, 'મેં એકવાર વાત કરી હતી... એટલું પીસો સારું નથી.. માનસિક ગડબડી થઈ જશે, તો તેણે કહ્યું આ નોર્મલ નથી મોંઘું છે.'

સુશાંતના મૂડનો ભરોસો નહિ

સુશાંતના મૂડનો ભરોસો નહિ

મુશ્તાક મુજબ સુશાંત સિંહ રાજપૂતના પર્સનલ સ્ટાફમાં ત્રણ ચાર લોકો એવા હતા જેઓ તેમના માટે ચરસ રોલ કરતા હતા. મુશ્તાકે જણાવ્યું કે તેમને શખ્ત નિર્દેશ આપ્યો હતો કે કારમાં આનું સેવન કર્યા બાદ ત્યાં નિશાન ના છોડે કેમ કે ચેકિંગ દરમિયાન પકડાઈ જવાનો ખતરો હોય છે. મુશ્તાક મુજબ સુશાંત સિહ રાજપૂતનો સ્વભાવ અનિશ્ચિત પ્રકૃતિ વાળો હતો, શૂટ દરમિયાન કોઈપણ તેમના મૂડનો અનુમાન નહોતા લગાવી શકતા શૂટિંગ દરમ્યાન તેઓ કંઈપણ મંગાવી શકતા હતા, જો તે ના મળે તો સુશાંત પોતાનો પિત્તો ગુમાવી દેતા હતા.

ટીવી પર ખોટાં વખાણ

ટીવી પર ખોટાં વખાણ

મુશ્તાકે જણાવ્યું કે સુશાંત એવા મૂડી માણસ હતા કે એકવાર મૂડ ઑફ થયું ત અચાનક શૂટિંગ રદ્દ કરી શકતા હતા, આવું કેટલીયવાર થયું હતું. સેટ્સ લાગેલો હોવા છતાં શૂટ કેંસલ થી ગયું. મુશ્તાકે જણાવ્યું કે પોતાના 9 મહિનાની ડ્યૂટી દરમિયાન તેમણે સુશાંતને ચાર-પાંચ પર્સનલ સ્ટાફ સભ્યોને સસ્પેન્ડ કરતા જોયો. લોકોને અચાનક કોઈપણ ભૂલ વિના સસ્પેન્ડ કરી દેતો હતો. પોતાના નિવેદનમાં મુશ્તાકે કબૂલ્યું કે કેટલીયવાર તેણે ખુદ ટીવી નેટવર્ક્સ પર સુશાંતના પેટ ભરીને વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે, ઈન્ટર્વ્યૂમાં હું સાચું નહોતો કહી શકતો, હું ખોટાં વખાણ જ કરીશ નહિ તો લોકો મારાં પૂતળાં સળગાવવા લાગશે. હવે હું ઉપરવાળાને માફી માંગું છું.

SSR: ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ બ્યુરોએ દાખલ કર્યો કેસSSR: ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ બ્યુરોએ દાખલ કર્યો કેસ

આ લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

આ લોકો વિરુદ્ધ કેસ નોંધાયો

જણાવી દઈએ કે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ મામલે એવા લોકો સામે કેસ નોંધ્યો છે જેમના નામ પહેલેથી જ ઈડીની એફઆઈઆરમાં છે. નારકોટિક્સ બ્યૂરોએ રિયા ચક્રવર્તી, તેમના ભાઈ અને અન્ય કેટલાય લોકો વિરુદ્ધ 20, 22, 27, 28, 29 NDPS એક્ટમાં મામલો નોંધ્યો છે. જણાવી દઈએ કે એનસીબીએ ઈડીનો ખત મળ્યા બાદ આ કાર્યવાહી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઈડીથી એનસબીને જે લેટર મળ્યો છે તેમા MDMA ડ્રગ્સ, ગાંજો અને LSD ડ્રગ્સના નામ લખ્યાં છે.

English summary
sushant singh's ex bodyguard reveals drug secret of late actor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X