'તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવીને મારા ભાઈની ઈમેજ ખરાબ કરે', રિયા પર ભડકી સુશાંતની બહેન
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસથી અલગ રિયા ચક્રવર્તીએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસથી અલગ રિયા ચક્રવર્તીએ એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેના માટે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યા છે. જ્યાં અમુક લોકો આ ઈન્ટરવ્યુને યોગ્ય ગણાવી રહ્યા છે તો અમુક લોકો આને પીઆર સ્ટંટ માની રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ફેમિલીએ આ ઈન્ટરવ્યુ વિશે અસંતોષ વ્યક્ત કર્યો છે અને સરકારને માંગ કરી છે કે કેસની મુખ્ય આરોપી આ રીતે નેશનલ ટીવી પર ઈન્ટરવ્યુ ના આપી શકે.

દેશના મોઢા પર તમાચો
આ તમામ આરોપો પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કૃતિએ રિયા ચક્રવર્તી વિશે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે. શ્વેતાએ કહ્યુ કે આ ઈન્ટરવ્યુ દેશના લોકોના મોઢા પર તમાચો છે જે આટલા દિવસોથી ન્યાયની લડાઈ લડી રહ્યા છે.

મારા ભાઈની ઈમેજ બગાડી રહી છે
શ્વેતા સિંહે લખ્યુ, 'તારામાં એટલી હિંમત છે કે નેશનલ મીડિયામાં આવીને મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબીને ખરાબ કરે. તને શું લાગે છે, ભગવાન નથી જોઈ રહ્યા જે તે કર્યુ છે. મને ભગવાન પર વિશ્વાસ છે અને હું પણ જોવા માંગુ છુ કે એ તારી સાથે શું કરે છે.'

તુ તારી આત્માને શું જવાબ આપીશ
શ્વેતાએ આગળ લખ્યુ, 'કાશ, ભાઈ એ છોકરીને ન મળ્યા હોત. કોઈને તેની મરજી વિરુદ્ધ ડ્રગ્ઝ આપવી અને પછી તેને વિશ્વાસ અપાવવો કે તુ ઠીક નથી, તને મનોચિકિત્સ પાસે લઈ જવો, આ કયા સ્તરની હેરફેર છે. તુ તારી આત્માને શું જવાબ આપીશ.'

જેને પ્રેમ કરતી હતી, તેની જ ઈમેજ બગાડી રહી છે
તેણે આગળ કહ્યુ, 'રિયા જો એમ વિચારી રહી છે કે 120 મિનિટનો ઈન્ટરવ્યુ આપીને તે બધા સવાલોના જવાબોથી મુક્ત થઈ ગઈ છે, તો તે સંપૂર્ણપણે ખોટી છે, જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય તેના જતા રહ્યા બાદ, તેની છબીને કોઈ કેવી રીતે ધ્વસ્ત કરી શકે છે? પરંતુ રિયાએ આવુ કર્યુ.'

રિયાનુ જૂઠ
શ્વેતાએ કહ્યુ, 'રિયાએ જણાવ્યુ સુશાંતને ઉંચાઈથી ડર લાગતો હતો પરંતુ રિયાનુ જૂઠ વધુ વાર સુધી ટકી નહિ શકે. સુશાંત તો પ્લેન ઉડાવવા અને હવામાં કરતબ કરવાનુ એન્જોય કરતો હતો. રિયાએ કહ્યુ કે અમે પોતાના ભાઈને પ્રેમ નહોતા કરતા. બરાબર છે, આના માટે જ હું જાન્યુઆરીમાં અમેરિકાથી ભારત આવી હતી કારણકે જેવી મને ખબર પડી કે ભાઈ ચંદીગઢ જઈ રહ્યો છે અને તે ઠીક નથી. મારે મારો બિઝનેસ રોકવો પડ્યો અને પોતાના બાળકોને બાજુએ મૂકવા પડ્યા.'

રિયાના કારણે ભાઈને ન મળી શકી
શ્વેતાએ કહ્યુ, 'દુઃખની વાત એ હતી કે જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે પોતાના ભાઈને ન મળી શકી. ભાઈ પહેલા જ ચંદીગઢથી જતો રહ્યો હતો કારણકે રિયાના સતત કૉલ આવી રહ્યા હતા અને કોઈ કામના કારણે. પરિવાર તેની સાથે હંમેશા મજબૂતીથી ઉભો રહ્યો. વળી, શ્વેતાએ કહ્યુ કે જ્યારે સુશાંત ચંદીગઢમાં હતો ત્યારે રિયાએ 2-3 દિવસમાં સતત 25 કૉલ કર્યા, કેમ? એવી શું ઈમરજન્સી હતી?'
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
