નાના પડદે કામ કરવામાં વાંધો નથી : સુશાંત સિંહ રાજપૂત
મુંબઈ, 11 મે : ટેલીવિઝનના નાના પડદાથી ફિલ્મોમાં પગ મૂકનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું કહેવું છે કે તેમને નાના પડદે કામ કરવા સામે વાંધો નથી. શરત એટલી જ છે કે ભૂમિકા દમદાર હોય.

સુશાંત કાઇ પો છે ફિલ્મના ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે બોલી રહ્યાં હતાં. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પુનર્વિવાહ 2 તથા પવિત્ર રિશ્તા સીરિયલોમાં કામ કરવાની ઑફર કરાઈ છે, જવાબમાં સુશાંતે જણાવ્યું - મારી સાથે એવી કોઈ વાત કરાઈ નથી, પરંતુ જો એવું થશે, તો હું જરૂર તેની નોંધ લઇશ.
ચેતન ભગતની નવલકથા પર આધારિત કાઇ પો છે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર સુશાંતે જણાવ્યું કે કાઇ પો છે બાદ તેમના કૅરિયરમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. હવે તેઓ પોતાની ફિલ્મોની પસંદગી કરે છે. તેમણે જણાવ્યું - સાચે જ જીવન બદલાઈ ગયું છે અને બૅંક બૅલેંસ સારૂં થઈ ગયું છે. કાઇ પો છે ફિલ્મથી પહેલા અને હવે જે સ્ક્રિપ્ટ્સ મળી રહી છે, તેમાં બહુ ફરક છે. હવે હું ફિલ્મોની પસંદગી કરી શકુ છં.
સુશાંત સિંહ રાજપૂત પાસે હાલ યશ રાજ ફિલમ્સની એક ફિલ્મ છે. ઉપરાંત રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ તેઓ છે.












Click it and Unblock the Notifications
