For Quick Alerts
For Daily Alerts

પટણામાં ધડાકા થતા હતા ને શિંદે રજ્જોમાં વ્યસ્ત હતાં!
મુંબઈ, 28 ઑક્ટોબર : આને સંવેદનહીનતાની પરાકાષ્ઠા કહેવાય કે બેદરકારીની હદ કે જે આપણા દેશના ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કર્યું. રવિવારે પટણા આતંકવાદી હુમલાથી કંપી ઉઠ્યો કે જેમાં નિર્દોષોનો જાન ગયો, પણ ખુફિયા એજંસીની નિષ્ફળતા, તેમને ફટકારવા કે સ્પષ્ટીકરણ આપવાની જગ્યાએ શિંદે સાહેબ મુંબઈમાં ફિલ્મ રજ્જોના મ્યુઝિક લૉન્ચિંગમાં વ્યસ્ત હતાં.
નોંધનીય છે કે જે વખતે મુંબઈમાં આ કાર્યક્રમ ચાલતુ હતું, તેના બહુ પહેલા જ પટણા ખાતે નરેન્દ્ર મોદીની હુંકાર રેલી અગાઉ બૉમ્બ ધડાકા થઈ ચુક્યા હતાં. દેશ ઉપર હુમલો થવા છતાં શિંદે આવા ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. તેમણે પોતાનું આ કાર્યક્રમ ટાળ્યું નહીં.
Comments
rajjo sushil kumar shinde kangana ranaut bollywood patna રજ્જો સુશીલ કુમાર શિંદે કંગના રાણાવત બૉલીવુડ પટણા
English summary
Union Home Minister Sushilkumar Shinde was was enjoying film Rajjo music launch when blasts ripped through Patna.