લગ્ન અંગે વિચારવા લાગ્યાં છે સુષ્મિતા સેન

ગુડગાંવ, 22 ઑક્ટોબર : જો આપ ખ્રિસ્તી છો કે ખ્રિસ્તી વિધિ પ્રમાણે લગ્ન કરવા માંગતા હો, તો પોતાનો બાયોડેટા સુષ્મિતા સેનને મોકલી આપો... ઓહ આ શું કહી નાંખ્યું અમે.

Sushmita Sen

અમારો કહેવાનો સંબંધ આપની સાથે નથી, પણ પેલા છોકરાઓ સાથે છે કે જેઓ સુષ્મિતાના સ્વપ્નમાં આવે છે. રીયલ લાઇફમાં પણ સુષ્મિતાએ પોતાના સપનાના રાજકુમારને શોધવાનું શરૂ કરી નાંખ્યું છે, પરંતુ એક શરત સાથે. જો તેઓ લગ્ન કરશે તો ખ્રિસ્તી રીત-રિવાજ પ્રમાણે જ કરશે.

હકીકતમાં સુષ્મિતાની આ ઇચ્છા બહુ જ સુંદર છે. તેની પ્રશંસા પણ કરવી જોઇએ. સુષ્મિતા બાળપણથી જ સ્વપ્ન જોતાં આવ્યાં છે કે તેમને દુલ્હનના ગાઉનમાં પરીની જેમ શણગારવામાં આવે અને કાળા કોટમાં એક રાજકુમાર તેમને ચર્ચે લઈ જાય. ત્યાં વરરાજા તેમનો હાથ પકડે અને લઈને અંદર જાય.

જે સ્વપ્ન સુષ્મિતા અત્યાર સુધી જોતાં આવ્યાં છે, તે સાકાર થવાનો સમય પાકી ગયો છે. સુષ્મિતા ગંભીરતાપૂર્વક પોતાના લગ્ન અંગે વિચારવાં લાગ્યાં છે. ખેર, આપની નજરમાં જો સુષ્મિતા માટે કોઈ સુયોગ્ય વર હોય, તો જરૂર જણાવો. ફિલ્મ જગતમાંથી કોણ હોવો જોઇએ સુષ્મિતાનો પતિ? આ સવાલનો જવાબ નીચેના કૉમેન્ટ બૉક્સમાં લખી આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X