લલિત મોદીને ડેટ કરી રહેલી સુષ્મિતા સેન કેટલી સંપત્તિની છે માલિક? જાણો અહીં
સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. અહીં જાણો તે કેટલી સંપત્તિની માલિક છે.
મુંબઈઃ સુષ્મિતા સેન એ સુંદર અપ્સરા છે જેણે 1994માં પહેલીવાર મિસ યુનિવર્સ બનીને ભારતનુ નામ રોશન કર્યુ હતુ. પૂર્વ મિસ યુનિવર્સ હોવાની સાથે સાથે બૉલિવુડ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય દેખાડનાર સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે.

લલિત મોદી સુષ્મિતા સેનને કરી રહ્યા છે ડેટ, જલ્દી કરશે લગ્ન
તમને જણાવી દઈએ કે IPLના સ્થાપક અને બિઝનેસમેન લલિત મોદીએ જાહેરાત કરી છે કે તેઓ અને સુષ્મિતા સેન એકબીજાના પ્રેમમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બિઝનેસમેન લલિત મોદી સાથે નામ જોડાતાની સાથે જ લોકો ગૂગલ પર સુષ્મિતા સેનની ઉંમર અને તે કેટલી અમીર છે તે વિશે સૌથી વધુ સર્ચ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન કેટલી સંપત્તિની માલિક છે.

18 વર્ષની ઉંમરે જીત્યો હતો મિસ યુનિવર્સનો ખિતાબ
1996માં દસ્તક ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનાર સુષ્મિતા બીવી નંબર 1, ડુ નોટ ડિસ્ટર્બ, મે હું ના, મૈને પ્યાર ક્યું કિયા અને અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. સુષ્મિતાએ 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ફેમિના 1994માં 18 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની હતી અને ત્યારબાદ મિસ યુનિવર્સ 1994 સ્પર્ધા જીતી હતી. સુષ્મિતા આજે જે છે તે પોતાના દમ પર છે.

સુષ્મિતા સેન પાસે છે આટલા કરોડની સંપત્તિ
સુષ્મિતા સેનની એક વર્ષની કમાણી વિશે વાત કરીએ તો તે લગભગ 9 કરોડ રૂપિયા છે અને દર મહિને લગભગ 60 લાખ રૂપિયા કમાય છે. સુષ્મિતા સેનની કુલ સંપત્તિ 74 કરોડ રૂપિયા છે અને તે મુંબઈના વર્સોવામાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં દીકરીઓ સાથે રહે છે.

એક ફિલ્મ માટે લે છે 3-4 કરોડ રુપિયા ફી
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સુષ્મિતા સેનની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો અને જાહેરાતોમાંથી છે. તે એક ફિલ્મ માટે 3-4 કરોડ ફી લે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા પણ લે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સુષ્મિતાની બંગાળી માશીઝ કિચન નામની રેસ્ટોરાં હતી જે હવે બંધ થઈ ગઈ છે.

સુષ્મિતા સેન પાસે છે એકથી એક ચડિયાતી લક્ઝરી કાર
વૈભવી એપાર્ટમેન્ટ કિંમતી ચીજવસ્તુઓથી ભરેલુ છે. આ ઉપરાંત અભિનેત્રીની ગેરેજમાં અનેક પ્રકારની લક્ઝુરિયસ કાર પાર્ક કરેલી છે. કારવાલેના અહેવાલ મુજબ બૉલિવુડ અભિનેત્રી પાસે BMW 7 સિરીઝ 730Ld છે, જેની કિંમત 1.42 કરોડ રૂપિયા છે. CarDekho ના અહેવાલ મુજબ તેની પાસે રૂ.1 કરોડની કિંમતની BMW X6, રૂ. 89.90 લાખની Audi Q7 અને રૂ. 35 લાખની કિંમતની Lexus LX 470 છે.

ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે સુષ્મિતા સેન
ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનય ઉપરાંત સુષ્મિતા સેન તંત્ર એન્ટરટેઈનમેન્ટ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે જે 2005માં શરૂ કરવામાં આવી હતી, મીડિયા રિપોર્ટ્સ અનુસાર બહુ ઓછા લોકો જાણે છે કે સુષ્મિતા સેન પાસે નામ માશીઝ કિચન નામનુ બંગાળી રેસ્ટોરાં હતુ જે હવે બંધ થઈ ગયુ છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી








Click it and Unblock the Notifications
