સુઝેન રોશન પર છેતરપિંડી અને માનહાની માટે 15 કરોડનો કેસ દાખલ...
હાલમાં જ સુઝેન ખાન ઘણી જ ચર્ચામાં હતી. જ્યારે ગોવાની એક કંપનીએ તેના પર લગભગ સવા કરોડનો છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. આમ તો સુઝેન ખાને આ બધા જ આરોપને નકારી દીધા છે.
હવે ગોવાની એજ કંપનીએ તેના પર 15 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ સુઝેન ખાન પર માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

કંપનીનું નામ છે એમજી પ્રોપટીઝ, જેના માલિક મુદિત ગુપ્તા પાસેથી સુઝેન ખાને પોતાને આર્કીટેક કહીને પૈસા લીધા હતા. પરંતુ તેમના પ્રોજેક્ટનું કોઈ જ કામ ના થયું. મુદિત ગુપ્તાના વકીલ રંજીત શેટ્ટીએ જણાવ્યું કે અદાલતે 20 જુલાઈએ આખા મામલાની તારીખ નક્કી કરી છે.
એમજી પ્રોપટીઝએ પણજી પોલીસ સમક્ષ સુઝેન ખાન વિરુદ્ધ 1.87 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ કરી હતી. સુઝેન ખાને મુંબઈ ઉચ્છ ન્યાયાલયમાં ગોવા બેન્ચના એફઆઈઆર ને પડકાર આપ્યો હતો.












Click it and Unblock the Notifications
