શબાના આઝમીના સમર્થનમાં આવી સ્વરા ભાસ્કર, ટ્વીટ કરી આલોચકોની બોલતી બંધ કરી
શબાના આઝમીના સમર્થનમાં આવી સ્વરા ભાસ્કર, ટ્વીટ કરી આલોચકોની બોલતી બંધ કરી
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ જેવી રીતે કેન્દ્ર સરકારના આલોચના કરી હતી તે બાદ તેમણે ભાજપના સમર્થકોની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. શબાના આઝમીએ કહ્યું હતું કે જેલોકો સરકારની ઉજાગર કરે છે તેમને દેશદ્રોહી કહેવાય છે. શબાના આઝમીના આ નિવેદન બાદ તેમની ભારે આલોચના થઈ રહી હતી. પરંતુ હવે ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાષ્કર શબાના આઝમીના સમર્થનમાં આવી ગઈ છે. શબાના આઝમીનો બચાવ કરતાં સ્વરાએ કહ્યું કે આ શર્મનાક છે કે આવા સ્તરના કલાકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

સ્વરાએ સમર્થન કર્યું
સ્વરાએ ટ્વીટ કરી લખ્યું કે શબાના આઝમી એ સ્તરના કલાકાર છે કે તેમને નિશાન બનાવવા શર્મનાક છે. તેમના પર સતત ખોટા આરોપો લગાી હુમલો કરવામાં આવી રહ્યો છે. શબાના મેમ પર તે લોકો હુમલો બોલી રહ્યા છે જેમણે તેમની સરખામણીમાં 1/100 ભાગ પણ દેશની સંસ્કૃતિને લોકપ્રિય કરવામાં યોગદાન નથી આપ્યું. સ્વરાએ લખ્યું કે મૈમ તમને વધુ તાકાત મળે. જે લોકો શબાના આઝમીને ભાજપ વિરોધી કહી રહ્યા છે તેઓ એ દિવસને ભૂલી ગયા જ્યારે શબાના આઝમીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલને રાજીવ ગાંધી સરકારની આલોચના માટે બાધિત કર્યા હતા.

પિતાનો પદ્મશ્રી પરત કરવાનું યાદ અપાવ્યું
જણાવી દઈએ કે શબાના આઝમીએ પણ ખુદ આ ઘટનાનો ઉલ્લેખ કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે જે લોકો મારા પર ચયનાત્મક વિરોધનો આરોપ લગાવી રહ્યા છે તેમણે આ આર્ટિકલ વાંચવો જોઈએ. જણાવી દઈએ કે શબાના આઝમીએ જાણીતા લોકપ્રિય નાટકકાર, થિએટર આર્ટિસ્ટ સફદર હાશમીની હત્યા વિરુદ્ધ તત્કાલીન રાજીવ ગાંધી સરકારની આલોચના કરી હતી સાથે તેમની વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતું. એટલું જ નહિં શબાના આઝમીએ કહ્યું કે હું લોકોને યાદ અપાવવા માંગું છું કે મારા પિતા કૈફ આઝમીએ પણ પદ્મશ્રી અવોર્ડ પરત કરી દીધો હતો, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ઉર્દૂને બીજી ભાષાનો દરજ્જો આપવાની માંગ કરતા લોકોએ મોઢું કાળું કરી તેમની ગધોડા પર પરેડ કરાવવી જોઈએ. આ નિવેદન વિરુદ્ધ કૈફ આઝમીએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો હતો.
|
ટીકાખોરોને શબાના આઝમીનો જવાબ
અગાઉ શબાના આઝમીએ સોમવારે બે ટ્વીટ કર્યાં હતાં. જ્યારે એક જૂની ક્લિપ રીટ્વિટ કરી હતી જેમાં તેમણે ઈમા બુખારીના નિવેદનની આલોચના કરી. શબાનાએ પહેલા ટ્વીટમાં ફેઝના શેર, 'બોલ કે લબ આઝાદ હૈ તેરે, બોલ જુબાં અબ તક તેરી હૈ' લખ્યું. બીજા ટ્વીટમાં શબાનાએ ભાજપી નેતાઓ પર નિશાન બનાવતા કહ્યું કે, 'જાણકારી માટે બતાવી દઉં કે સફદર હાશમીની હત્યા પર કોંગ્રેસના એચકેએલ ભગતને મેં લોકોને વચ્ચે સવાલ કર્યા હતા. ઈમામ બુખારીને એક નેશનલ ટીવી પર ચેલેન્જ આપી હતી, જ્યારે તેમણે મને નાચવાવાળી કહી. ટ્રિપલ તલા અને હલાલા જેવા મુદ્દા પર હું બોલતી હું છે. હવે જણાવો સિલેક્ટિવ કોણ છે?'












Click it and Unblock the Notifications
