Taapsee Pannu Birthday: કરોડોની માલિક છે તાપસી પન્નૂ, જાણો તેના આલીશાન ફ્લેટ અને કાર કલેક્શન વિશે

આજે તાપસી પન્નૂના જન્મદિવસના ખાસ અવસર પર તેની નેટવર્થ, લક્ઝરી કાર અને આલીશાન ઘર વિશે બધુ જાણીએ.

મુંબઈઃ અભિનેત્રી તાપસી પન્નુ બૉલિવુડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાની આગવી ધરાવે છે. તાપસી પન્નુએ સૌથી પહેલા સાઉથની ફિલ્મોમાં આઈટમ ડાન્સર તરીકે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ. તે પછી તેને સાઉથની ફિલ્મોમાં રોલની ઑફર મળવા લાગી. તેણે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં હિરોઈન તરીકે કામ કર્યુ છે. આ પછી તાપસીને બૉલિવુડમાં કામ કરવાની તક મળી. તાપસીએ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર સહિત ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યુ છે. સમયની સાથે તાપસી પન્નુએ બૉલિવુડમાં પોતાની ઓળખ બનાવી છે. આજે તાપસી પન્નુનો જન્મદિવસ છે. 35 વર્ષની તાપસીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા બાદ તેની લાઈફસ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે. ચાલો આજે તેના જન્મદિવસના ખાસ અવસર પર તેની નેટવર્થ, લક્ઝરી કાર અને આલીશાન ઘર વિશે બધુ જાણીએ.

44 કરોડની સંપત્તિની માલિક

44 કરોડની સંપત્તિની માલિક

તેની ફિલ્મી કરિયરના શરૂઆતના તબક્કામાં તાપસી પન્નુ ફિલ્મોમાં ડાંસ કરતી હતી પરંતુ આજે તે હિન્દી ફિલ્મોમાં લીડ હિરોઈન તરીકે કામ કરે છે. તાપસી પન્નુએ તેના અભિનયના સ્તરને વધારવાની સાથે તેની સંપત્તિમાં પણ વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાપસી પન્નુ પાસે કુલ 44 કરોડની સંપત્તિ છે.

એક ફિલ્મ માટે લે છે 5 કરોડ

એક ફિલ્મ માટે લે છે 5 કરોડ

તમને જણાવી દઈએ કે તાપસી પન્નુ એક વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરે છે. અહેવાલ છે કે તાપસી પન્નુ એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા કે તેથી વધુ ફી લે છે. બીજી તરફ તાપસી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તાપસી હાલમાં સૌથી વધુ વુમન હોર્લિક્સની જાહેરાતમાં જોવા મળે છે.

તાપસી પન્નૂને ગાડીઓનો શોખ

તાપસી પન્નૂને ગાડીઓનો શોખ

મળતી માહિતી મુજબ તાપસી પન્નૂ પાસે ઘણા મોંઘા વાહનો છે. તાપસી પાસે મર્સિડીઝ એસયુવી કાર છે જેની કિંમત લગભગ 52 લાખ રૂપિયા છે. આ સિવાય તાપસી પન્નૂ પાસે BMW 5 કાર પણ છે. આ કારની કિંમત લગભગ 50 લાખ રૂપિયા છે. વળી, તાપસી પન્નૂ પાસે તેની જૂની રેનો કંપનીની એક કાર પણ છે.

તાપસી પન્નૂનો આલીશાન ફ્લેટ

તાપસી પન્નૂનો આલીશાન ફ્લેટ

તાપસી પન્નૂ મૂળ દિલ્લીની છે. જો કે, તે હવે કામના સંબંધમાં મુંબઈમાં રહે છે. તેણે મુંબઈના અંધેરી વિસ્તારમાં ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેમાંથી એકમાં તે પોતે રહે છે. તાપસીનો આ ફ્લેટ ઘણો લક્ઝુરિયસ છે. આ ફ્લેટ જોવામાં ખૂબ જ સુંદર અને લક્ઝરી લાગે છે. તમને જણાવી દઈએ કે તાપસીને ઘરમાં અનોખુ ઈન્ટિરિયર કરાવવાનો ખૂબ શોખ છે. તેણે તેના મુંબઈના ફ્લેટમાં લગભગ 7થી 8 લાખ રૂપિયાનુ ઈન્ટિરિયર કરાવ્યુ છે.

કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ

કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ

તાપસી પન્નુ દિલ્લીની રહેવાસી છે. તેણે દિલ્લીની અશોક વિહાર પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યુ. સાથે જ તેણે દિલ્લીની ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યુ છે. કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તાપસીએ મોડલિંગ તરફ વળવાનુ નક્કી કર્યુ અને મુંબઈ શિફ્ટ થઈ ગઈ. જો કે પહેલા તેને સાઉથની ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને બાદમાં તે બૉલિવુડમાં પોતાના પગ જમાવવામાં સફળ સાબિત થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X