હોટ એક્ટ્રેસનું Confession! હિંમત અને બોલ્ડનેસે અપાવી સફળતા!

Written By:
Subscribe to Oneindia News

ક્યારેક ક્યારેક સાચી દિશામાં માણસે કરેલી હિંમત તેની સામે સફળતાના દ્વાર ખોલી દે છે. 'પિંક' એક્ટ્રેસ તાપસી પન્નુ સાથે પણ કંઇ એવું જ થયું છે. બોલ્ડ એન્ડ બ્યુટિફુલ તાપસી પન્નુએ જ્યારે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું ત્યારે તેની પાસે સરખો પોર્ટફોલિયો પણ નહોતો. અક્ષય કુમારની ફિલ્મ 'બેબી'થી બોલિવૂડમાં લાઇમલાઇટમાં આવનાર તાપસી અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણો અહીં...

તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ બોલિવૂડમાં અક્ષય કુમારની ફિલ્મ બેબીથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મમાં તેનો નાનકડો પરંતુ પાવરફુલ રોલ હતો. વધારે નવાઇની વાત એ છે કે, આ રોલ બિલકુલ ગ્લેમરસ ન હોવા છતાં તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મમાં તે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી અને આમાં તેના એક્શન સિન્સ પણ હતા.

બોલ્ડ તાપસી

બોલ્ડ તાપસી

પોતાના કરિયરની શરૂઆતમાં તાપસીએ ટેલિવાઇઝ્ડ બ્યૂટી પેગન્ટ માટે રજીસ્ટર કર્યું હતું. તે સમયે તેની પાસે પ્રોપર પોર્ટફોલિયો પણ નહોતો. આમ છતાં તેણે ચાન્સ લીધો, રજીસ્ટ્રેશન કરાવ્યું અને તે આ સ્પર્ધામાં સિલેક્ટ પણ થઇ ગઇ. ટેલિવાઇઝ્ડ બ્યૂટીથી પોપ્યુલર થયા બાદ તેને અનેક ફિલ્મોની ઓફર મળવા લાગી.

મેં પડકાર સ્વીકાર્યો...

મેં પડકાર સ્વીકાર્યો...

આ અંગે વાત કરતાં તાપસી પન્નુએ કહ્યું કે, મેં મારા મનને સમજાવી એ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને ત્યાર પછી ક્યારેય પણ મેં પાછું વળીને નથી જોયું. હિંમતે મર્દા તો મદદે ખુદા, એ પંક્તિ તાપસીએ સાચી ઠરાવી છે.

ફિલ્મોની ઓફર

ફિલ્મોની ઓફર

ચેનલ વી પરના આ બ્યૂટી શો બાદ તાપસીને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની ઓફર મળવા માંડી હતી. તેણે અનેક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની પહેલી ફિલ્મ એક તેલુગુ ફિલ્મ હતી, આ ફિલ્મ 2010માં આવી હતી અને હિટ રહી હતી.

હિંદી ફિલ્મો

હિંદી ફિલ્મો

તાપસી સૌ પ્રથમ 'ચશ્મે બદ્દુર' હિંદી ફિલ્મમાં જોવા મળી હતી. ત્યાર બાદ તે 'બેબી'માં જોવા મળી અને બોલિવૂડની તેની પ્રથમ નોંધપાત્ર હિટ ફિલ્મ બની 'પિંક'. શૂજિત સરકારના પ્રોડક્શનમાં બનેલ વુમન ઓરિએન્ટેડ આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

બોલિવૂડ કરિયર

બોલિવૂડ કરિયર

'પિંક' બાદ તાપસની ત્રણ બોલિવૂડ ફિલ્મો આવી, 'રનિંગ શાદી', 'નામ શબાના' અને 'ધ ગાઝી અટેક'. 'રનિંગ શાદી' ફ્લોપ રહી, 'નામ શબાના' 'બેબી' ફિલ્મની પ્રિક્વલ હતી, જેમાં અક્ષય કુમાર કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ ખાસ ન ચાલી.

ધ ગાઝી અટેક

ધ ગાઝી અટેક

'ધ ગાઝી અટેક' ફિલ્મમાં તેની સાથે રાણા દગ્ગુબાટી પણ જોવા મળ્યા હતા. આ મૂળ તેલુગુ ફિલ્મ હિંદીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી, વધુ પ્રમોશન ન થવાને કારણે હિંદી ફિલ્મ ધ્યાન બહાર ગઇ, પરંતુ ફિલ્મના ખૂબ વખાણ થયા છે. રાણા દગ્ગુબાટી પણ 'બેબી' ફિલ્મમાં જોવા મળ્યા હતા, હાલ તેઓ 'બાહુબલી 2'ની સફળતાનો સ્વાદ માણી રહ્યાં છે. 'બાહુબલી'માં રાણા ભલ્લાલદેવના રોલમાં જોવા મળ્યા હતા.

આગામી ફિલ્મો

આગામી ફિલ્મો

તાપસીના હાથમાં હાલ બે બોલિવૂડ ફિલ્મો છે. 'તડકા', જે પ્રકાશ રાજની ડાયરેક્ટર તરીકેની પહેલી હિંદી ફિલ્મ હશે અને બીજી 'જુડવા 2'. 'જુડવા 2'માં વરુણ ધવન અને જેકલિન ફર્નાન્ડિઝ પણ જોવા મળશે. પ્રકાશ રાજ સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સુપરહિટ ડાયરેક્ટર છે અને હિંદી ફિલ્મોમાં તે 'વોન્ટેડ' અને 'સિંઘમ'માં મેઇન વિલનના રોલમાં જોવા મળ્યાં છે.

પર્સનલ લાઇફ અંગે

પર્સનલ લાઇફ અંગે

એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું હતું કે, મેં ક્યારેય કોઇ સ્ટાર સાથે ડેટિંગ નથી કર્યું અને ક્યારેય કરીશ પણ નહીં, એ હું તમને સ્ટેમ્પ પેપર પર લખીને આપી શકું છું. મારા મતે રિલેશનશિપમાં એક જ સ્ટાર હોઇ શકે અને એ હું છું. પર્સનલી મારું માનવું છે કે, એક્ટર અને એક્ટ્રેસ વચ્ચેનો સંબંધ ઝાઝું ન ટકી શકે.

English summary
Taapsee Pannu's success story showcases how fortune favors the brave and she succeeded despite having minimum or no knowledge about whats coming up next.
Please Wait while comments are loading...