જુઓ તસવીરો : જબ તક હૈ જાન કરતાં પાછળ તલાશ

મુંબઈ, 1 ડિસેમ્બર : આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ તલાશ રિલીઝ થતા અગાઉ અટકળો લગાવાતી હતી કે આમિરની આ ફિલ્મ ફર્સ્ટ ડેથી જ આ વરસની હિટ ફિલ્મોનો રેકૉર્ડ તોડશે. સૌપ્રથમ નામ આવ્યું શાહરુખ ખાનની જબ તક હૈ જાનનું. કહેવાયું કે શાહરુખની જેટીએચજેનો રેકૉર્ડ તોડી તલાશ આગળ નિકળી જશે, પરંતુ ગઈકાલે જ્યારે બૉક્સ ઑફિસ રિપોર્ટ સામે આવી, તો લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે તલાશ જબ તક હૈ જાન કરતાં પાછળ રહી ગઈ.

યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણે રિલીઝના પ્રથમ જ દિવસે 2500 થિયેટરોમાં પૂરા 15.23 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ફિલ્મ 13મી નવેમ્બર દીવાળીના રોજ રિલીઝ થઈ હતી. આમિરની ફિલ્મ ગઈકાલે 30મી નવેમ્બરે રિલીઝ થઈ અને તેની પહેલા દિવસની કમાણી 14.52 કરોડ રહી કે જે જેટીએચજે કરતાં ઓછી છે.

તલાશ ફિલ્મને લઈને આમિર સહિત તેમની સમગ્ર ટીમને ખૂબ આશા છે. તલાશ અંગે લોકો ભલે નિરાશાજનક વાતો કરી રહ્યાં છે, પરંતુ હકીકત તો એ છે કે ફિલ્મમાં આમિર ખાન, રાણી મુખર્જી અને કરીના કપૂરની એક્ટિંગ ખૂબ વખણાઈ રહી છે. આમિર હંમેશની જેમ પરફેક્શન સાથે નજરે પડ્યાં છે અને કરીના આખી ફિલ્મમાં ખૂબ સુંદર અને સેક્સી લાગે છે. જ્યાં સુધી રાણીની વાત છે, તો તેમણે પણ હંમેશ મુજબ પોતાનું પાત્ર ખૂબીપૂર્વક ભજવ્યું છે. આમિર અને રાણીની જોડી શ્રેષ્ઠ લાગી છે. સાથે આમિર અને કરીના પણ બહેતર છે. તલાશને અત્યારથી જ આ વરસની હિટ ફિલ્મમાં શામેલ કરી લેવાઈ છે.

હાલ આપણે જોઇએ જબ તક હૈ જાન અને તલાશની એક ઝલક આ તસવીરોમાં.

આમિર ખાન અને કરીના કપૂર

આમિર ખાન અને કરીના કપૂર

3 ઈડિયટ બાદ આમિર ખાન અને કરીના કપૂર તલાશ ફિલ્મમાં એક સાથે પહેલી વાર દેખાયાં.

શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા

શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા

શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સૌપ્રથમ યશ રાજ ફિલ્મ્સની રબ ને બના દી જોડી ફિલ્મમાં દેખાયા હતાં. જબ તક હૈ જાનમાં આ જોડી બીજી વાર આવી.

આમિર ખાન અને રાણી મુખર્જી

આમિર ખાન અને રાણી મુખર્જી

આમિર ખાન અને રાણી મુખર્જી ગુલામ ફિલ્મમાં સાથે હતાં. તે રાણીની પ્રથમ ફિલ્મ હતી.

શાહરુખ ખાન અને કૅટરીના કૈફ

શાહરુખ ખાન અને કૅટરીના કૈફ

જબ તક હૈ જાન શાહરુખ અને કૅટરીનાની એક સાથે પ્રથમ ફિલ્મ છે. આ જોડીને આ વર્ષની લોકપ્રિય જોડીનું ટૅગ અપાયું છે.

આમિર ખાન

આમિર ખાન

આમિરે જબ તક હૈ જાનની રિલીઝ વખતે જણાવ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે આ ફિલ્મ તેમની ફિલ્મનો રેકૉર્ડ તોડે. તેમણે શાહરુખ અને સલમાનની ફિલ્મોની સફળતાની દુઆ પણ કરી હતી.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

આમિરની ફિલ્મ તલાશના પ્રીમિયમ પ્રસંગે શાહરુખ ક્યાંય નજરે ન પડ્યાં, જ્યારે આમિર તેમની ફિલ્મના પ્રીમિયરમાં હાજર હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X