Pics : એક રાતની વાર્તા છે તલાશ

મુંબઈ, 21 નવેમ્બર : બૉક્સ ઑફિસે નંબરોની પરવા ન કરનાર આમિર ખાન પોતાની ફિલ્મના પ્રમોશનને પણ ખૂબ જ નવા અંદાજમાં રજૂ કરે છે. તેથી જ તેમની ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી જાય છે. ઇતિહાસ જુઓ. 3 ઈડિયટ માટે આમિર ખાન બહુરૂપિયા બન્યા હતાં, તો ગઝની માટે તેમણે સિક્સ પૅક બૉડી બનાવી નવી હૅર સ્ટાઇલ બનાવી હતી. પીપલી લાઇવ માટે તેઓએ ગામડા ખૂંદ્યા હતાં, તો ધોબીઘાટ માટ તેઓ મુંબઈના ધોબીઓને મળતાં જોવાયા હતાં.

હવે આમિર ખાનની ફિલ્મ તલાશ રિલીઝ થનારી છે. મળતી માહિતી પ્રમાણે રીમા કાગતી દિગ્દર્શિત ફિલ્મ તલાશનું પ્રમોશન આમિર રાત્રે કરશે, કારણ કે ફિલ્મની વાર્તા રાત્રિથી શરૂ થાય છે. ફિલ્મનો હીરો રાત્રે જ ખુલ્લી જીપમાં બેસી કોઇકની શોધ કરે છે. તેથી આમિરે વિચાર્યું છે કે તેઓ પોતાની ફિલ્મ સાથે જોડાયેલી દરેક પ્રેસ મીટ રાત્રે જ કરશે.

જોકે આપને જણાવી દઇએ કે ફિલ્મમાં રેડ લાઇટ એરિયા દર્શાવાયું છે. તેથી આમિર ખાન રેડ લાઇટ એરિયાના પણ ચક્કર લગાવી ચુક્યાં છે. બીજી બાજુ માહિતી એમ પણ મળે છે કે પોતાનો રોલ પડદા ઉપર સજીવ કરવા માટે આમિર ખાને પોલીસવાળાઓ પાસેથી પણ ટિપ્સ લીધી છે. કારણ કે તેઓ ફિલ્મમાં એક ઇંસ્પેક્ટર બન્યાં છે. જોઇએ કે આમિરની છેલ્લી ફિલ્મોની જેમ તલાશ કોઈ કમાલ કરે છે કે નહિં?

આવો તસવીરોમાં જોઇએ આમિર ખાનની તલાશ.

રાજકુમાર યાદવ અને આમિર ખાન

રાજકુમાર યાદવ અને આમિર ખાન

તલાશ ફિલ્મમાં રાજકુમાર યાદવ સાથે આમિર ખાન.

પરિવાર સાથે આમિર

પરિવાર સાથે આમિર

ફિલ્મમાં આમિર ખાન રાણી મુખર્જીના પતિ તેમજ એક લવિંગ ફાદરની ભૂમિકામાં છે.

વેશ્યાના રોલમાં કરીના

વેશ્યાના રોલમાં કરીના

કરીના કપૂર સાથે આમિર ખાન. કરીનાએ ફિલ્મમાં વેશ્યાનો રોલ કર્યો છે.

કરીના સાથે બોલ્ડ દૃશ્યો

કરીના સાથે બોલ્ડ દૃશ્યો

ફિલ્મમાં રાણી સાથે આમિરના અનેક બોલ્ડ દૃશ્યો છે. રાણી સાથે આમિર ગુલામ જેવી હિટ ફિલ્મ આપી ચુક્યાં છે.

પોલીસવાળાઓ પાસેથી લીધી ટિપ્સ

પોલીસવાળાઓ પાસેથી લીધી ટિપ્સ

પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકા માટે આમિર ખાને પોલીસ વાળાઓ પાસેથી ટિપ્સ લીધી છે.

પહેલી વાર મુંછાળા આમિર

પહેલી વાર મુંછાળા આમિર

પહેલી વાર પડદા ઉપર આપને મુંછાળા આમિર ખાન એક ઇંસ્પેક્ટરની ભૂમિકામાં નજરે પડશે.

શાહરુખ હતા પ્રથમ પસંદગી

શાહરુખ હતા પ્રથમ પસંદગી

ફિલ્મ તલાશ પહેલાં શાહરુખ ખાનને ઑફર કરાઈ હતી. તેથી આમિર ખાન આ ફિલ્મ માટેની પ્રથમ પસંદગી નથી.

પ્રમોશન પણ રાત્રે જ

પ્રમોશન પણ રાત્રે જ

ફિલ્મની વાર્તા રાત્રે શરૂ થાય છે. તેથી આમિર ફિલ્મનું પ્રમોશન રાત્રિ દરમિયાન જ કરશે.

રીમા અને જોયાએ લખી વાર્તા

રીમા અને જોયાએ લખી વાર્તા

ફિલ્મની વાર્તા રીમા કાગતી તેમજ જોયા અખ્તરે લખી છે.

આમિરને ઘણી આશાઓ

આમિરને ઘણી આશાઓ

તલાશ ફિલ્મ 30મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ પાસેથી આમિરને ઘણી આશાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X