હિમ્મતવાલા અજય બાદ ખેલાડી અક્ષય સાથે આવશે તમન્ના
મુંબઈ, 27 ફેબ્રુઆરી : તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી તમન્ના ભાટિયાએ ધીમે-ધીમે બૉલીવુડમાં પોતાના પગ જમાવવા શરૂ કરી દીધાં છે. ટુંકમાં જ તમન્નાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હિમ્મતવાલા રિલીઝ થનાર છે. હિમ્મતવાલા અજય દેવગણ બાદ તમન્ના ભાટિયા બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મમાં પણ નજરે પડશે.

તમન્ના હાલ હિમ્મતવાલા ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે લોકોને પોતાના સૌંદર્યની ઘેલછા લગાડી છે અને હવે ધીમે-ધીમે તેઓ લોકોને ઇમ્પ્રેસ પણ કરવા લાગ્યાં છે. અક્ષય સાથે આવનાર ફિલ્મનું દિગ્દર્શન સાજિદ-ફરહાદ કરશે અને ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હશે.
નોંધનીય છે કે તમન્ના ભાટિયાની પ્રથણ કસોટી હિમ્મતવાલામાં થનાર છે. તેમાં તેઓ મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં સોનાક્ષીનો એક આયટમ નંબર પણ છે.












Click it and Unblock the Notifications
