હિમ્મતવાલામાં શ્રીદેવીની કૉપી નથી કરી : તમન્ના ભાટિયા
મુંબઈ, 25 માર્ચ : સાઉથની ફિલ્મોથી બૉલવુડમાં એન્ટ્રી કરવા જઈ રહેલા તમન્ના ભાટિયાનું કહેવું છે કે બૉલીવુડ અભિનેત્રીઓ પણ વૃદ્ધ થાય છે. તેમાં ખોટું શું છે. લોકોએ એ સ્વીકારવું જોઇએ કે અભિનેત્રીઓ કાયમ એક સરખી નથી દેખાઈ શકતી. તેમની ઉંમર પણ વધે છે. ટુંકમાં જ સાજિદ ખાનની ફિલ્મ હિમ્મતવાલામાં અજય દેવગણ સાથે નજરે પડનાર તમન્ના ભાટિયાનું કહેવું છે કે બૉલીવુડની તેમની આ પ્રથમ ફિલ્મમાં તેમણે શ્રીદેવીનો રોલ તો કર્યો છે, પરંતુ તેમની કૉપી નથી કરી, પણ ફિલ્મમાં શ્રીદેવીના પાત્રને જુદી રીતે રજૂ કર્યું છે.

સાજિદ ખાન અનેક વાર તમન્ના ભાટિયાની શ્રીદેવી સાથે સરખામણી કરે છે. આ અંગે તમન્નાએ જણાવ્યું - આ મારૂં સૌભાગ્ય છે કે મારી શ્રીદેવી જેવી અભિનેત્રી સાથે સરખામણી થઈ રહી છે. હું એક એવી ફિલ્મ કરી રહી છું કે જે 80ના દાયકાની હિટ ફિલ્મ હતી. મેં શ્રીદેવીની એક્ટિંગ કે ડાંસ કંઈ પણ કૉપી કરવાનો પ્રયત્ન નથી કર્યો. અમે એક એવી ફિલ્મ કરી રહ્યાં છે કે જે દિગ્દર્શકની વર્ષોથી મનપસંદ રહેલી ફિલ્મની રીમેક છે. સાજિદ ખાને ફિલ્મને બિલ્કુલ અલગ રીતે બનાવી છે. ફિલ્મમાં ઘણું બધું નવું છે, પરંતુ થીમ અગાઉ જેવી જ છે.
તમન્નાને પૂછવામાં આવ્યું કે બૉલીવુડમાં એક્ટ્રેસના કૅરિયરનું જીવન ખૂબ ટુંકું હોય છે. આપ શું વિચારો છો? તમન્ના ભાટિયાએ જવાબ આપ્યો - આ ખૂબ જ દુઃખદ બાબત છે, પરંતુ હકીકત છે. આપ એવી અપેક્ષા ન ધરાવી શકો કે અભિનેત્રીઓ કાયમ સુંદર જ બની રહે. તેમની પણ વય વધે છે અને તેઓ પણ વૃદ્ધ થાય છે. આ બાબત લોકોએ સમજવી પડશે. હું પણ આજે તેવી નથી દેખાતી કે જેવી 10 વર્ષ અગાઉ દેખાતી હતી.












Click it and Unblock the Notifications
