તમન્ના ભાટિયાએ આખરે વિજય વર્મા સાથે રિલેશનશિપને કર્યા કન્ફર્મ, કહ્યુ - 'મારા માટે બહુ ખાસ છે'
Tamannah Bhatia Vijay Varma: છેલ્લા ઘણા દિવસોથી તમન્ના ભાટિયા અને વિજય વર્મા તેમના સંબંધોના કારણે ખૂબ ચર્ચામાં હતા. બંને ઘણી વખત પાર્ટી અને ડિનરમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ તેમ છતાં તમન્ના ભાટિયાએ આ અફવાઓ પર મૌન સેવ્યું હતું. હવે અભિનેત્રીએ જાહેરમાં વિજય વર્મા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો છે.
તમન્ના ભાટિયાએ આખરે વિજય વર્મા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. આ સાથે અભિનેત્રીએ એ પણ માહિતી આપી કે તેમનો સંબંધ લસ્ટ સ્ટોરી 2થી શરૂ થયો હતો. આ ફિલ્મમાં બંને પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી.

હવે તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના સંબંધોનો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, "તમે કોઈ પણ કો-સ્ટાર પ્રત્યે આકર્ષિત નથી થતા. મારા ઘણા કો-સ્ટાર્સ છે. જો કોઈ કોઈને પસંદ કરે, કંઈક અનુભવે, તો તે ખૂબ જ ખાસ બની જાય છે. મારો મતલબ છે કે આખરે અમે કેવી રીતે એકબીજાની નજીક આવ્યા"
જ્યારે તમન્ના ભાટિયાને પૂછવામાં આવ્યું કે શું તે વિજય વર્મા સાથે રિલેશનશિપમાં છે? ત્યારે અભિનેત્રીએ સ્વીકાર્યુ કે વિજય વર્મા સાથે તેનો ખાસ બોન્ડ છે. તમન્નાએ કહ્યું, "હા. તે ખૂબ જ ખાસ છે. તેની સાથે મારો બોન્ડ ખૂબ જ ઓર્ગેનિક છે. તે એવી વ્યક્તિ છે જેની હું ચિંતા કરુ છુ અને હું તેની સાથે ખુશ છુ."
તમને જણાવી દઈએ કે આ પહેલા વિજય વર્મા અને તમન્ના ભાટિયા ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. નવા વર્ષની ઉજવણી કરવા બંને ગોવા ગયા હતા. જ્યાંથી બંનેનો કિસ કરતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારથી સમાચાર આવવા લાગ્યા કે વિજય અને તમન્ના એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે અભિનેત્રીએ આ અફેરના સમાચારને સમર્થન આપ્યું છે.












Click it and Unblock the Notifications
